ભાઈ કાસકરે આપ્યું ડોન દાઉદનું સરનામું, કહ્યું- છોટા શકીલ અને અનીસ પણ તેની સાથે છે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જૂન 2021માં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ ઈબ્રાહિમ કાસકરની મુંબઈ NCB દ્વારા ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં મુંબઈ NCB દ્વારા ઈકબાલને રિમાન્ડ પર લઇ ફરીથી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે અંડરવર્લ્ડ ડોન દાઉદ અને તેના સાગરિતો વિશે ઘણી બાબતો કબૂલી છે. ઈકબાલે કબૂલાત કરી છે કે દાઉદ, છોટા શકીલ અને અનીસ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છે. ઈકબાલે પૂછપરછ દરમિયાન પાકિસ્તાનના કરાચીમાં દાઉદનું સરનામું પણ જણાવ્યું છે.
ઈકબાલે 1993ના મુંબઈ બ્લાસ્ટના આરોપી જાવેદ ચિકના વિશે ઘણા ખુલાસા કર્યા છે. ઈકબાલે જણાવ્યું છે કે જાવેદ પાકિસ્તાનમાં ડ્રગ્સનું કામ કરે છે અને થોડા સમય પહેલા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન તે થોડો સમય જેલમાં પણ રહ્યો છે અને તે સીધો છોટા શકીલને રિપોર્ટ કરે છે. હાલમાં તે જામીન પર મુક્ત છે.
દાઉદના ભાઈ ઈકબાલ ઈબ્રાહિમ કાસકરે અન્ય ઘણા ખુલાસા કર્યા છે. ઈકબાલે જણાવ્યું કે જાવેદ ગુજરાતના ભરૂચનો રહેવાસી છે. તે એજાઝ પઠાણ સાથે કામ કરતો હતો. જાવેદ 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ છે.
જાવેદ ચિકના અને અનીસ મિત્રો છે અને દાઉદના ટ્રસ્ટી પણ છે. અનીસ લંબુ દાઉદના પૈસાની લેવડ-દેવડ અને હવાલાનું કામ જુએ છે. ઈકબાલે જણાવ્યું કે અનીસ લંબુનું હાલનું લોકેશન દુબઈમાં છે. લગભગ 55 વર્ષનો અનીસ દેખાવમાં ગોરો અને મધ્યમ ઊંચાઈનો છે. તેને દાઉદનો મેનેજર પણ કહેવામાં આવે છે. તેણે પોલીસને કહ્યું છે કે અનીસ પણ સલીમ તલવારની નજીક છે અને તે તેની દાણચોરીનું ધ્યાન રાખે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.