(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોનું ગુરૂવારે મતદાન થયું હતું જેમાં મોરબીમાં એક શતાયુ મહિલા મતદારે મતદાન કર્યું હતું તેમજ તેમણે મતદાન ટાણે લોકોને એવો સંદેશ આપ્યો હતો કે મને ૧૦૦ વર્ષ થઇ ગયા તોય હું મતદાન કરવા જાઉં છું.
મોરબીમાં યુવાથી માંડીને ૧૦૦ વર્ષ વટાવી ચૂકેલા મતદારોએ ઉત્સાહથી મતદાન કર્યું હતું. મોરબીના મહેન્દ્રનગર ખાતે સદી વટાવી ચુકેલા કેશરબેન કાવર અને તેમના દિવ્યાંગ પુત્રી છબીબેન મેરજા એમ બંને માતા-પુત્રી વ્હીલચેરમાં મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા.
મતદાન કરવા આવેલા કેશરબેન કાવરે જણાવ્યું હતું કે, ભાઈ જો મારે હો વરહ પૂરા થઈ ગયા તોય મત દેવા આવી છું તેમના પુત્રી છબીબેન મેરજાએ જણાવ્યું હતું કે, મારે આ તકલીફ છે તો પણ મતદાન કરવા આવી છું, મતદાન કરવું જ જોઈએ.
ભાઈ જો, મને હો વરહ પૂરાં થઈ ગયાં તોય મત દેવા જાઉં: સદી વટાવી ચૂકેલાં કેશરબેન
RELATED ARTICLES