Homeસ્પેશિયલ ફિચર્સભાઈબીજના દિવસે બહેનને આપો એવી શાનદાર ભેંટ જે એને જીવનભર કામ લાગે

ભાઈબીજના દિવસે બહેનને આપો એવી શાનદાર ભેંટ જે એને જીવનભર કામ લાગે

મુંબઇ: દિવાળી પછી હવે નવા વર્ષની અને ભાઈબીજની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાઇબીજના દિવસે બહેનો તેમના ભાઈઓની સુરક્ષા અને સારા ભવિષ્ય માટે પૂજા-અર્ચના કરે છે. એના બદલામાં ભાઈ પણ બહેન કઇક ભેટ આપે છે. આ વર્ષે ભાઈબીજે તમારી બહેનોને કંઈક અલગ જ ભેટ આપો. એવી ફાઈનાન્સિયલ ભેટ આપો જે તેમને ભવિષ્યમાં પણ કામ લાગે.

તમે તમારી બહેનને ટર્મ ઈન્શ્યોરન્સની પોલિસી આપીને એનું ભવિષ્ય મજબૂત બનાવી શકો છો. ટર્મ ઈન્શ્યોરન્સ એ માત્ર એક વીમાની પ્રોડક્ટ જ નથી, પરંતુ આર્થિક સુરક્ષાની એવી મજબૂત દિવાલ છે, જે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં બહેનને મદદરૂપ થઇ શકે છે. તેનોથી તમારી બહેનનો પૂરો પરિવાર પોતાને સુરક્ષિત અનુભવે છે. ટર્મ ઈન્શ્યોરન્સમાં એક કરોડ રૂપિયા સુધીનું કવરેજ સામાન્ય પ્રીમિયમ પર મળે છે, જે તમારી બહેનની ઊંમર પર નિર્ભર રહે છે. ભાઈબીજ પર તમારી બહેનને ભેટ આપવા માટે આ એક સારો વિકલ્પ બની શકે છે. બહેનને ભેટ તરીકે સ્વાસ્થ્ય વીમાથી સારું શું હોઇ શકે! તમારી બહેન અને તેનો પરિવાર આ પોતાને સુરક્ષિત અનુભવશે. કોરોના પેન્ડેમીકમાં આખી દુનિયાએ જોયું છે કે આર્થિક પરિસ્થિતિ કેવી રીતે એક પરિવારને છીન્નભીન્ન કરી શકે છે. ત્યારે એક સારો સ્વાસ્થ્ય વીમો ન માત્ર બહેનને સુરક્ષિત રાખશે, પરંતુ તેના પર અચાનક આવી પડતી મુશ્કેલ પરિસ્થિતિમાં તેને આર્થિક રીતે મદદરૂપ પણ થશે.

તમારી બહેનની ઊંમર નાની છે તો એના નામે સુક્ધયા સમૃદ્ધિનું ખાતુ ખોલાવીને એનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. આમાં તમારા તરફથી જમા કરવામાં આવેલી રકમમાં જેમ-જેમ તમારી બહેન મોટી થતી જશે, એમ-એમ એ રકમમાં વધારો થતો રહેશે. એનાથી એના લગ્ન કે એની શિક્ષા બન્ને જરૂરીયાતોના સમયે તે રકમ મદદરૂપ થશે.
તમારી બહેનને ભવિષ્યમાં પડનારી મુશ્કેલીમાંથી ઉગારવા માટે કે આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે એક ફંડ તૈયાર કરવું એ એક સારો વિકલ્પ છે. આના માટે તમે તમારી બહેનના નામે કોઇપણ બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) મૂકી શકો છો. જો તમારામાં શૅર બજારની સમજણ હોય તો બહેનના નામે શૅર પણ ખરીદી શકો છો અને જો તમને શૅર બજારમાં સીધુ જ રોકાણ કરવાનું જોખમ ન ઉઠાવવા માગતા હોવ તો મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ છે.

ભેટમાં સોનું આપવું એ હંમેશાથી એક સારો વિકલ્પ રહ્યો છે. છોકરીઓને સોનાના ઘરેણાં ખૂબ જ પસંદ હોય છે અને તેના દ્વારા તમે તેને આર્થિક રીતે પણ મજબૂત બનાવી શકો છો. તેને ભવિષ્યમાં જો કોઇ આપતિ આવે તો એવા સમય પર આ જ સોનું એના કામમાં આવી શકે છે. તમે તેને ડિજિટલ સોનું પણ ભેટમાં આપી શકો છો. તેના માટે ગોલ્ડ ઈટીએફ એક સારો વિકલ્પ છે. તે સો ટચનું સોનું હોય છે અને સુરક્ષિત પણ છે.

RELATED ARTICLES

Most Popular