ગુજરાતી-રાજસ્થાનીઓના નિવેદન પર મહારાષ્ટ્રના રાજ્યપાલે માંગી માફી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતી અને રાજસ્થાનીઓ વિશે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ગયું હતું. શિવસેના, કોંગ્રેસ, એનસીપી, મનસે અને ભાજપના નેતાઓએ રાજ્યપાલના નિવેદનની નિંદા કરી હતી. રાજ્યપાલે એક જાહેર કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મુંબઈમાંથી ગુજરાતી અને રાજસ્થાનીઓ જો જતા રહેશે તો મુંબઈ આર્થિક રાજધાની નહીં રહે.
આ નિવેદન બાદ રાજ્યપાલે સોમવારે માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે 29 જુલાઈના રોજ સાર્વજનિક કાર્યક્રમમાં મુંબઈના વિકાસના કેટલાક સમુદાયોના યોગદાનની પ્રશંસા કરતી વખતે મારાથી ભૂલ થઈ છે. મહારાષ્ટ્ર જ નહીં આખા ભારતના વિકાસમાં તમામ સમુદાયનું યોગદાન રહે છે. ખાસ કરીને સંબંધિત પ્રદેશની ઉદારતા અને બધાને સાથે લઈ જવાની ઉજ્જવળ પરંપરાથી જ આજે દેશનો વિકાસ વધી રહ્યો છે. ત્રણ વર્ષમાં મહારાષ્ટ્રની જનતાએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. મેં મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાનું સન્માન વધારવાની કોશિશ કરી છે, પરંતુ મારા ઉક્ત ભાષણમાં અનાયાસે ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો.

1 thought on “ગુજરાતી-રાજસ્થાનીઓના નિવેદન પર મહારાષ્ટ્રના રાજ્યપાલે માંગી માફી

  1. Don’t parse Indians into Gujarati, Maharshtrian, Rajasthani, Bengali, or whatever else. If India has aspirations to be a great nation, then EVERYONE is an Indian. Everything else does not matter. Taken individually and separately none of these entities can reach the heights a United India can. Let us all work to that end.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.