આજથી ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ: આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન, 25 લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની આશા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Banaskantha: ગુજરાતના જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મેળો આજથી શરૂ થઈ ગયો છે. લાખો શ્રદ્ધાળુઓે પગપાળા માં અંબાના ધામ સુધી પહોંચી રહ્યા છે. આજથી 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા મહામેળામાં 25 લાખ ભક્તો માઁ અંબાના દર્શન કરવા આવશે એવું અનુમાન છે.
વહીવટી તંત્ર દ્વારા ]બનાસકાંઠા જીલ્લાની આદિવાસી દીકરીઓના હસ્તે રથનું પ્રસ્થાન કરાવાયું હતું. પ્રથમવાર આદિવાસી દીકરીઓના હસ્તે માતાજીના રથનું અંબાજીના સિંહ દ્વારથી પ્રસ્થાન કરાવીને આજે વહીવટી તંત્ર દ્વારા ભાદરવીના મહામેળાને લોકો ખુલ્લો મુકાયો છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર, એસપી, ડીડીઓ હાજર રહ્યા હતા. અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે માતાજીના રથને ખેંચીને મેળાની શરૂઆત કરાઈ હતી. માં અંબાની આરતી અને પૂજા સાથે નારિયેળ વધેરી ભાદરવી પૂનમના મહામેળાની વિધિવત્ શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે દીપ પ્રગટાવી માતાજીની આરતી કરી હતી.
એક અંદાજ મુજબ 25 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટવાના છે. ત્યારે શ્રદ્ધાળુઓને આવકારવા તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે વહીવટી તંત્રએ પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મેળામાં બાળકો ખોવાય નહિ તે માટે ખાસ ક્યુઆર (Qr) કોર્ડવાળા કાર્ડ બાળકોને પહેરાવામાં આવશે છે. મેળામાં કંઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભાદરવી પૂનમનો મેળો 10 સપ્ટેમ્બર સુધી ચાલશે. અંબાજી જતા માર્ગો પર પદયાત્રીઓનો પ્રવાહ ઉમટ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.