Homeપુરુષસ્ટ્રેસ વધારનારા ખોરાકથી સાવધાન!

સ્ટ્રેસ વધારનારા ખોરાકથી સાવધાન!

આજના યુગમાં માનસિક બીમારીઓનું પ્રમાણ પણ કૂદકે ને ભૂસકે વધતું જાય છે.આપણું માનસિક સ્વાસ્થ્ય ફક્ત ફાસ્ટ લાઇફ કે હાડમારીભર્યા જીવનથી જ નથી બગડતું પણ નિષ્ણાતોનું માનીએ તો કેટલાક એવા ખાદ્યપદાર્થો હોય છે જે સ્ટ્રેસ વધારીને આપણી માનસિક બીમારી વધારી દેતા હોય છે. આવા ખાદ્યપદાર્થોને ડાયેટમાં સામેલ ન કરી માનસિક સ્વસ્થતા જાળવવી જોઇએ. ચાલો આપણે એવા ખોરાક વિશે જાણીએ,જેનાથી બને એટલું દૂર રહી શકાય અને જીભને કાબૂમાં રાખી શકાય તો સ્ટ્રેસમુક્ત જીવન સરળતાથી જીવી શકાય છે.
———————–
તળેલા ખાદ્યપદાર્થ
એ વાત સાચી છે કે તળેલી ચીજો જેમ ક્ે પકોડા, ફ્રેન્ચ ફ્રાઇસ વગેરે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ આવી ચીજો ખાવાથી શરીરમાં બળતરા વધે છે. ઘણી વાર આપણે માનસિક તણાવ દૂર કરવા આવી મસાલેદાર તળેલી ચીજો ઝાપટીએ છીએ પણ જીભને રાજી કરતી આ બધી ચીજો થોડી વાર સંતોષ આપ્યા બાદ શરીરમાં સ્ટ્રેસ વધારવાનું જ કામ કરે છે. આવી ચીજો એકાએક છોડવી તો મુશ્કેલ છે, પણ ધીમે ધીમે તેનું પ્રમાણ ઓછું જરૂર કરવું જોઇએ. એક વાર આદત થઇ જાય પછી સ્ટ્રેસથી પીડાતી વ્યક્તિએ તળેલી ચીજોનું પ્રમાણ નહીંવત કરવું જોઇએ.
રિફાઇન્ડ કાર્બ્સ
રિફાઇન્ડ કાર્બ્સ એ એવા કાર્બોહાઇડ્રેટ છે જેમાંથી પોષક તત્ત્વ કાઢી નાખવામાં આવ્યા હોય છે જેમ કે મેંદો. આવી ચીજો ખાવાથી શરીરને કોઇ જ ફાયદો નથી પરંતુ નુકસાન જરૂર થાય છે. તેની અસર આપણા સ્ટ્રેસ પર પણ થાય છે. વાસ્તવમાં આવા રિફાઇન્ડ કાર્બ્સ ખાતાં જ લોહીમાં સાકરનું પ્રમાણ ઝડપથી વધવા લાગે છે. જેને કારણે શરીર વધારે ઇન્સ્યૂલિન ઉત્પન્ન કરે છે જેથી સાકરનું પ્રમાણ નિયંત્રિત કરી શકાય. સાકરની આ વધઘટથી શરીરમાં સ્ટ્રેસ પણ વધવા લાગે છે.સાકરનું પ્રમાણ ઓછું થતાં શરીરને પાછી ખોરાકની જરૂર પડે છે. તેને કારણે તમે વધુ ખાતા પણ થઇ જાવ છો.

——————————-
ચા-કોફી (કેફિન)
ચા-કોફી આપણે ઘણી વાર મનને તાજગી આપવા પીએ છીએ પણ તેની અસર ઊલટી થતી હોય છે. એક સંશોધન અનુસાર આ પીણાંઓમાં જે કેફિન હોય છે તેનાથી તો અનિદ્રા અને નર્વસનેસ જેવી સમસ્યાઓ વધે છે. સ્ટ્રેસ વધવાથી આપણે આવા પીણાંઓ પીએ છીએ પરંતુ આવા પીણાંઓ પીવાથી સ્ટ્રેસ વધતો હોય છે. શરૂઆતમાં એમ લાગે કે શક્તિ-સ્ફૂર્તિ વધ્યા છે પરંતુ થોડા જ સમયમાં આ શક્તિ ગાયબ થઇ જાય છે.
સાકર
જે ખોરાકમાં સાકરનું પ્રમાણ વધારે હોય તે શરીર માટે બિલકુલ સારું નથી. તેમાં રહેલી કૅલરી વજનની સાથે સાથે માનસિક તાણ પણ વધારે છે. જ્યારે માનસિક તાણ વધે ત્યારે વધુ સાકર ખાવનું મન થાય છે. આવું વારંવાર કરવાથી મગજના હોર્મોન્સ પર પણ અસર થાય છે. ઉદ્વેગ વધે છે.

————————————–
કૃત્રિમ સ્વીટનર
જેને ડાયાબિટીસની સમસ્યા હોય છે તેઓ સાકરની બદલે આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરતા હોય છે. જોકે આવી ચીજોનો વધુ પડતો ઉપયોગ તાણ પેદા કરતા અંત:સ્રાવમાં વધારો કરે છે જેનાથી સ્ટ્રેસ વધે છે.
પ્રોસેસ્ડ ફૂડ
આજ કાલ રેડી ટુ ઇટ – ખાદ્યપદાર્થો ખાવાની આદત પડી છે તે બધા પ્રક્રિયા કરેલા અર્થાત્ પ્રોસેસ્ડ ફૂડ હોય છે જે શરીરની અંદર જતાં શરીર સ્ટ્રેસ હોર્મોન્સ- કોર્ટિસોલ પેદા કરવા લાગે છે. આનાથી સ્ટ્રેસ દૂર થવાને બદલે વધતો જાય છે એટલે આવા ખોરાક ખાવા પર નિયંત્રણ રાખવું જોઇએ. ઉ

RELATED ARTICLES

Most Popular