કેતકી જાની
સવાલ : અમારા એક ઓળખીતા બેન ખરીદી કરવા ગયાં હતાં. તેઓ વિવિધ વસ્તુઓ લઇ ઘેર આવ્યા ત્યારે તેમના મોબાઇલમાં એક એસએમએસ આવ્યો કે તેે મુજબ હવે તેમનાં એકાઉન્ટમાં માત્ર ૨૦૦૦ જ રૂપિયા હતાં, જે ખરીદી પહેલાં બે લાખ અઢાર હજાર હતાં. તેમણે માત્ર દસ હજારની જ ખરીદી કરી હતી. તેમને સાથે કોઇએ રમત રમી તેમનું એકાઉન્ટ ખાલી કરી દીધું હતું. આ કેવા પ્રકારની છેતરપિંડી? બૅંકમાં આપણે પૈસા સલામત માનીએ તેમાંથી જ આમ ગુમ થાય પૈસા? આ ડિજિટલ ચોરી વિશે જણાવો. શું કરવું જોઇએ?
જવાબ : બહેન, બૅંકિંગ ક્ષેત્રમાં આજકાલ ટૅક્નોલૉજીનો પ્રભાવ બહોળો થતો જાય છે. અને આ જ કારણ છે કે બૅંકોમાં થતાં ફાઇનાન્સીયલ ફ્રોડના ઘણાં બધા કેસ રોજેરોજ આપણી વચ્ચે બની રહ્યાં છે. માન્ય ટૅક્નોલૉજીસ્ટ એક ગુના છેતરપિંડીના મૂળ સુધી હજી પહોંચી પણ ના શકે અને આ ડિજિટલ ચોરો બીજી કોઇ યુક્તિ પ્રયોજી લોકોના એકાઉન્ટ ખાલી કરી જાય છે. થોડી સાવધાની રાખી તમે તમારો સમય અને તમારા પૈસા બચાવી શકો, અન્યથા આવા ડિજિટલ ચોરોની બાજ નજર તમારી તમામ નાણાકીય લેવડદેવડ ઉપર હોય છે, તે ધ્યાનમાં રાખવું. તેઓ અલગ અલગ યુક્તિ પ્રયુક્તિઓ યોજી તમારાં નાણાં ઓહિયા કરવા તૈયાર જ બેઠા છે. આગળ કહ્યું તેમ અનેક માધ્યમથી ડિજિટલ ચોરીઓ થાય છે. જેમ કે, ઓનલાઇન પ્લેટફોર્મથી કોઇપણ વસ્તુનાં વેચાણ દ્વારા છેતરપિંડી કરવી. તમે જે તે વસ્તુ ખરીદવા ઇચ્છા જાહેર કરો ત્યારે મધ મીઠી વાતોમાં તમને ભોળવી અંતે તેઓ તમારાં મોબાઇલમાં યુપીઆઇ એપની ‘રિકવેસ્ટ મની’ ઓપ્શન સ્વીકારવા સુધી લઈ જાય તેમ યુપીઆઈ પિન કોડ નંબર નાંખો તે પછી જાણે ક્ષણભરમાં તમારાં એકાઉન્ટના બધા પૈસા તેના ખાતામાં સરકી જાય છે. તમે જાણો કે નજરબંધ થઇ ગયા હોય તેમ જોતા રહી જાવને ખેલ ખતમ. નોકરી આપવાના બહાને તદ્દન ખોટા- બનાવટી નામની આઇડી વેબસાઇટ બનાવી પૈસા પડાવનાર ઘણા લોકો છે- એટીએમ કાર્ડનું કલોનિંગ કરી તમારા પૈસ ગાયબ કરાય છે. તમે એટીએમ સેન્ટરથી પૈસા ઉપાડો ત્યારે તમારા કાર્ડની કલોનિંગ કરી ચોર તમારાં કાર્ડની તમામ માહિતી મેળવે છે. એવું જ ડુપ્લિકેટ કાર્ડ બનાવી તમારાં પૈસા લૂંટી લે છે. માટે આજેય ઘણાં લોકો એટીએમ કાર્ડ સુધ્ધાં વાપરતા ડરે છે. પેટ્રોલ પંપ સહિત અનેક સુપ્રસિદ્ધ કંપનીઓની ડીલરશિપનાં નામે ઘણી બધી ઓનલાઇન છેતરપિંડી થઇ ચૂકી છે-ઇમેલ સ્પૂફિંગ એવું ઓમર છે કે, તેમાં ચોર નકલી આઇડી બનાવે જે લોકપ્રિય પ્રસિદ્ધ કંપનીઓના નામે મળતી આવતી હોય. આ દ્વારા મેઇલ મોકલી તેઓ પબ્લિકને ઝાંસામાં લઇ તેમનો નાણાંકીય ડેટા ચોરી લઇ પૈસાની ઉઠાંતરી કરે છે. ડિજિટલ ચોરો રેન્ડમલી લોકોને કસ્ટમર યુપીઆઇ (યુુનિફાઇડ પેમેંટ ઇન્ટરફેસ) નો ફાયદો લઇ ડેબિટ લિંક મોકલે છે. કસ્ટમર જેવા લિંક પર ક્લિક કરી પીન કોડ નાંખે કે સીધા પૈસા ચોરના એકાઉન્ટમાં જ જમા થઇ જાય છે. આ માધ્યમથી પૈસા લૂંટાતા અટકાવવા માટે કોઇ જ અજાણી ડેબિટ લિંક પર ક્લિક ના કરવું. તેને તરત જ ડિલિટ કરી નાંખવી ઘર ભાડે રાખવું, તમે વેચવા મૂકેલ વસ્તુ ખરીદવી જેવા કારણોસર આવા ગુનેગારો આવી લિંક મોકલી તમારું એકાઉન્ટ ખાલી કરે છે. માટે વેબસાઇટ ભલે સુપ્રસિદ્ધ હોય (જેમ કે મેજીક બ્રિકસ ઓએલ એક્સ) પણ જે તે વ્યક્તિ તમને લિંક મોકલે તે ક્લિક કર્યા પહેલાં તેનાથી વીડિયો કોલ કરવા અને પૈસાનો વ્યવહાર કેશ અથવા બૅંકમાં પૈસા જમા કરાવવા જેવા માધ્યમથી કરવા હિતાવહ છે. આમ જ અજાણ્યા લોકોના કયુઆર કોડ પર પણ કદી ક્લિક ના કરવું. સ્ક્રીન શેરિંગ એપ કદી ડાઉનલોડ ના કરવા. સાયબર ઠગો સ્ક્રીન શેરિંગના માધ્યમથી તમારી બૅંક ડિટેલ્સ મેળવી તમારું એકાઉન્ટ ગણતરીની ક્ષણોમાં ખાલી કરી શકે છે. કોઇપણ આવા એપ કે ઇબૅંકિંગ-પેમેન્ટ એપનો ઉપયોગ કરવા જયારે કોઇપણ કરે ત્યારે એકવાર ચોક્કસ સચેત થવું-રિવોર્ડ પોઇન્ટ તમને મળ્યા છે. તેવો ઇમેઇલ કે ફોન દ્વારા માહિતી આપી તમારી બૅંક ડિટેઇલ્સ માગનાર માટે પણ સો વાર વિચાર કરવો. વૉટ્સઅપમાં અજાણ્યા નંબરથી આવતા કોલ પણ આવા ઠગનો હોઇ શકે. અજાણ્યા લોકોને બૅંક ડિટેઇલ્સ ના આપો. જ્યારે પણ તમે એટીએમ કાર્ડ સ્વાઇપ કરવા આવો તે સમયે કોઇપણ રીતે તે કાર્ડ તમારી નજરથી દૂર ના જાય તેનું સતત ધ્યાન રાખો. ડિજિટલ ચોરો આમ કાર્ડ દૂર કરી એટીએમ સ્કીમિંગ કરી તમારો ડાટા ચોરી લઇ તમારી રકમ તફડાવે છે. આ તો કંઇ જ નથી. બેન. રોજેરોજ તેઓ નવા નવા નુસખા અપનાવે છે. માટે સાવધાની હટી કે દુર્ઘટના ઘટી એ વાત યાદ રાખી નાણાકીય વ્યવહાર કરતી વખતે સતર્ક રહો, અસ્તુ. ઉ