આજે અનુપમા ફેમ એક્ટર નિતેશ પાંડેનું કાર્ડિયાત અરેસ્ટને કારણે 51 વર્ષની નિધન થયું હતું. જોકે, નિતેશ એક માત્ર એવો સેલિબ્રિટી નથી કે જેના હાર્ટે તેને ધોખો આપી દીધો હોય.
આ પહેલાં પણ ટીવી અને બોલિવૂડની દુનિયામાં એવા અનેક સેલિબ્રિટીઝ છે કે જેમણે હાર્ટ એટેકના કારણે ખૂબ જ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે. ફેમસ ટીવી સીરિયલ ‘અનુપમા’ ફેમ નિતેશ પાંડેએ 51 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. અહેવાલો અનુસાર, અચાનક હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હતું.
આવો જાણીએ આવા બીજા કલાકારો વિશે-
સતીશ કૌશિક
કાર્ડિયાક એરેસ્ટના કારણે દુનિયાના અલવિદા કહેનારા એક્ટરની વાત થતી હોય તો તેમા મિસ્ટર ઈન્ડિયાના કેલેન્ડરનું નામ પહેલાં જ આવે. એક્ટર અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકે 9મી માર્ચ 2023ના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું હતું. કાર્ડિયાક અરેસ્ટને કારણે 66 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. સતીશ કૌશિકે ‘રામ લખન’, ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘છત્રીવાલી’ સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું.