Homeલાડકી‘બેટી બચાવો’ યોજના સ્ત્રી સાક્ષરતા વિના સફળ થઈ શકતી નથી

‘બેટી બચાવો’ યોજના સ્ત્રી સાક્ષરતા વિના સફળ થઈ શકતી નથી

સ્ત્રીઓ સમાજનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ અંગ છે અને પૃથ્વી પરના જીવનના દરેક પાસાઓમાં સમાન રીતે સહભાગી છે. જો કે, ભારતમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોને કારણે મહિલાઓના સતત ઘટી રહેલા લિંગ ગુણોત્તરને કારણે એવું લાગે છે કે સ્ત્રી જાતિનું અસ્તિત્ત્વ જોખમમાં આવી શકે છે. તેથી, ભારતમાં મહિલાઓના લિંગ ગુણોત્તરને જાળવવા માટે બાળકીને બચાવવી ખૂબ જ જરૂરી છે.
બેટી બચાવો યોજના સમગ્ર દેશમાં છોકરીઓને બચાવવાના સંદર્ભમાં ચર્ચાનો એક મહત્ત્વપૂર્ણ વિષય છે. છોકરીઓને બચાવવા માટે ઘણા અસરકારક ઉપાયો અપનાવવામાં આવ્યા છે, જેમાં ઘણી હદ સુધી સફળતા મળી છે. સમાજમાં વ્યાપક ગરીબી છે, જે ભારતીય સમાજમાં નિરક્ષરતા અને લિંગ અસમાનતાનું મુખ્ય કારણ છે. આ સાથે આપણે લોકોને જાગૃત કરીને લિંગ અસમાનતાને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. શિક્ષણ રોજગાર સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ઓછું શિક્ષણ એટલે ઓછી રોજગારી જે સમાજમાં ગરીબી અને લિંગ અસમાનતા તરફ દોરી જાય છે. મહિલાઓની સ્થિતિ સુધારવા માટે શિક્ષણ એ ખૂબ જ અસરકારક પગલું છે, કારણ કે તે તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવે છે. સમાજમાં મહિલાઓ માટે સમાન અધિકારો અને તકો સુનિશ્ર્ચિત કરવા માટે બાળકી બચાવો એ પ્રમુખ પગલું છે. બાળકી બચાવો યોજના સ્ત્રી સાક્ષરતા વિના સફળ થઈ શકતી નથી. આ સાથે આપણે લોકોને આ વિષય વિશે વધુ જાગૃત કરવાની જરૂર છે, જેથી કરીને લોકોને જાતિગત અસમાનતા, ક્ધયા શિક્ષણ, કુટુંબ નિયોજન જેવી બાબતો વિશે સમજાવી શકાય, કારણ કે જ્યારે લોકો જાગૃત અને સમજદાર હશે ત્યારે જ સમાજમાં સ્ત્રીઓને સન્માન મળશે.
ભારતમાં વર્ષોથી છોકરીઓ વિવિધ રિવાજો અને ભેદભાવથી પીડાઈ રહી છે. આમાંના સૌથી જઘન્ય અપરાધોમાં સ્ત્રી ભ્રૂણહત્યા છે, જેમાં અલ્ટ્રાસાઉન્ડ દ્વારા લિંગ નિર્ધારણ કર્યા પછી માતાના ગર્ભમાં જ છોકરીઓની હત્યા કરવામાં આવે છે. સ્ત્રી ભ્રૂણના લિંગ-પસંદગીયુક્ત ગર્ભપાત તેમજ ક્ધયા સામેના અન્ય ગુનાઓને સમાપ્ત કરવા માટે ‘બેટી બચાવો’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular