(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવા વર્ષના સ્વાગત માટે શનિવારે 31 ડિસેમ્બરે આખી રાત ફરનારા મુંબઈગરા માટે બેસ્ટ ઉપક્રમે આખી રાત બસ દોડાવવાનો નિર્ણય લીધો છે. બેસ્ટ ઉપક્રમ આ વિશેષ બસ મુંબઈના દરિયાકિનારા પર ફરનારા લોકો માટે ખાસ દોડાવવાની છે.
બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ 31મી ડિસેમ્બર, 2022ના રાતના નવા વર્ષના સ્વાગત માટે ગેટ વે ઓફ ઈન્ડિયા, જુહૂ ચોપાટી, ગોરાઈ બીચ અને મુંબઈના અન્ય દરિયાકિનારા પર રાતના સમયે આવનારા પ્રવાસીઓની સુવિધા માટે બેસ્ટ ઉપક્રમ તરફથી વિવિધ બસ માર્ગ પર રાતના કુલ 50 વધારાની બસ દોડાવવાની છે. આવશ્યકતા જણાઈ તો વધુ બસ દોડાવવામાં આવશે.
પ્રવાસીઓની મદદ માટે ડૉ. શ્યામપ્રસાદ મુખરજી ચોક, જુહૂ ચોપાટી, ગોરાઈ બીચ તેમ જ ચર્ચગેટ સ્ટેશન (પૂર્વ) અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવાં સ્થળોએ બેસ્ટના અધિકારીઓ 31 ડિસેમ્બરના જાતે હાજર રહેશે.
ડૉ.શ્યામપ્રસાદ મુખરજી ચોક (મ્યુઝિયમ)થી શિવાજી નગર ટર્મિનસ વચ્ચે દોડતી 8 નંબરની લિમિટેડ બસની ત્રણ સર્વિસ રહેશે. રાતના 10 વાગે, 10.30 વાગે અને 11 વાગે છૂટશે.
ડૉ. શ્યામપ્રસાદ મુખરજી ચોક (મ્યુઝિયમ)થી રાણી લક્ષ્મીબાઈ ચોક (સાયન) વચ્ચે દોડતી 66 નંબરની લિમિટેડ બસની ચાર સર્વિસ હશે. જે રાતના 10 વાગે, 10.30 વાગે અને 11 વાગે બે બસ સાથે છોડવામાં આવશે.
ડૉ. શ્યામપ્રસાદ મુખરજી ચોક (મ્યુઝિયમ)થી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે દોડતી એ-116 બસની ચાર સર્વિસ ઉપલબ્ધ હશે. જે રાતના 11.30 વાગે, 11.45 વાગે, 12.15 વાગે અને રાતના 12.30 વાગે ઊપડશે.
ડૉ. શ્યામપ્રસાદ મુખરજી ચોક (મ્યુઝિયમ)થી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે દોડતી 116 નંબરની બસની ચાર ડબલ ડેકર સર્વિસ ઉપલબ્ધ હશે, જે સાંજના પાંચ વાગે, સવા પાંચ વાગે, સાડા પાંચ વાગે અને પોણા છ વાગે બસ દોડશે.
ડૉ. શ્યામપ્રસાદ મુખરજી ચોક (મ્યુઝિયમ)થી અહિલ્યાબાઈ હોળકર ચોક (ચર્ચગેટ) વચ્ચે એ-112 નંબરની બસની ચાર સર્વિસ ઉપલબ્ધ હશે. જે રાતના 10 વાગે, 10.30 વાગે, 11 વાગે અને રાતના 11.30 વાગે દોડશે.
ડૉ. શ્યામપ્રસાદ મુખરજી ચોક (મ્યુઝિયમ)થી અહિલ્યાબાઈ હોળકર ચોક (ચર્ચગેટ) વચ્ચે 112 નંબરની ડબલડેકર બસની ચાર સર્વિસ ઉપલબ્ધ હશે. જે સાંજના પાંચ વાગે, સવા પાંચ વાગે, સાડા પાંચ વાગે અને પોણા છ વાગે બસ દોડશે.
અંધેરી સ્ટેશન (પશ્ર્ચિમ)થી જુહૂ બીચ વચ્ચે દોડતી 203 નંબરની સાત બસ દોડાવવામાં આવશે, જે રાતના 11 વાગે, 11.15 વાગે, 11.30 વાગે અને 11.45 વાગે દોડાવવામાં આવશે.
સાંતાક્રુઝ સ્ટેશન (પશ્ર્ચિમ)થી જુહૂ બસસ્ટોપ વચ્ચે દોડતી 231 નંબરની બસની પાંચ સર્વિસ ઉપલબ્ધ હશે. જે રાતના 10 વાગે, 10.20 વાગે, 10.45 વાગે અને 11 વાગે દોડાવવામાં આવશે.
બોરીવલી સ્ટેશન (પશ્ર્ચિમ)થી ગોરાઈ બીચ વચ્ચે અને ગોરાઈ બીચથી બોરીવલી સ્ટેશન (પશ્ર્ચિમ) વચ્ચે એ-247 અને એ-294 નંબરની બસ દોડાવવામાં આવશે, જે રાતના 10 વાગે, 10.15 વાગે, 10.30 વાગે અને 10.45 વાગે દોડાવવામાં આવશે.
ડૉ. શ્યામપ્રસાદ મુખરજી ચોક (મ્યુઝિયમ)થી વિલ્સન કૉલેજ વચ્ચે હેરિટેજ ડબલડેકર બસ દોડાવવામાં આવશે, જે રાતના 11 વાગે, 11.15 વાગે, 11.30 વાગે અને 11.45 વાગે બસ દોડાવવામાં આવશે.
મલાડ સ્ટેશન (પશ્ર્ચિમ)થી મઢ જેટ્ટી વચ્ચે 271 નંબરની અને મલાડ સ્ટેશન (પશ્ર્ચિમ)થી માર્વે બીચ વચ્ચે 272 નંબરની બસ દોડાવવામાં આવશે. જે રાતના 10 વાગે, 10.15 વાગે, 10.30 વાગે, 10.45 વાગે, 11 વાગે અને 11.15 વાગે દોડશે.
બેસ્ટની અનોખી ભેટ મુંબઈગરા માટે શનિવારે આખી રાત દોડશે બસ
RELATED ARTICLES