(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે અને બાંદરા-કુર્લા-કૉમ્પલેક્સ (બીકેસી) વચ્ચે સોમવાર, ૧૨ ડિસેમ્બરથી બેસ્ટની પ્રીમિયમ બસ સેવા ચાલુ કરવામાં આવી રહી છે. બેસ્ટની ‘ચલો ઍપ’થી આ બસમાં સીટ રિર્ઝવ કરી શકાશે.
‘બેસ્ટ ચલો બસ’ આ નામથી ચાલુ થઈ રહેલી આ બસ સેવા ઍરકંડિશન્ડ, શૂન્ય ઉત્સર્જન તથા પ્રવાસીઓને આરામદાયક રહેશે. આ સર્વિસની સાથે જ મુંબઈ એ તમામ ઈલેક્ટ્રિક પ્રીમિયમ શહેર બસ સેવા આપનારું પહેલું શહેર બની જશે. આ સેવા સોમવારથી શનિવારના દિવસ દરમિયાન રહેશે. પહેલા તબક્કાના એક ભાગ તરીકે આ બસ એક સર્વસામાન્ય રૂટ અને એક ફાસ્ટ રૂટ પર આખો દિવસ દોડશે.
ફાસ્ટ રૂટ પર આ બસ સેવા થાણેથી બીકેસી દરમિયાન દર ૩૦ મિનિટના અંતર પર સવારના સાત વાગ્યાથી સવારના ૮.૩૦ વાગ્યા સુધી તેમ જ બીકેસીથી થાણે દરમિયાન સાંજના ૫.૩૦વાગ્યાથી સાંંજના ૭ વાગ્યા સુધી દોડાવવામાં આવશે.
આખો દિવસ સામાન્ય રૂટ પર આ બસ સેવા બીકેસથી બાંદ્રા રેલવે સ્ટેશન માર્ગ પર સવારના ૮.૫૦ વાગ્યાથી સાંજના ૫.૫૦ વાગ્યા દરમિયાન અને બાંદ્રા રેલવે સ્ટેશનથી બીકેસી દરમિયાન સવારના ૯.૨૫થી સાંજના ૬.૨૫ સુધી દોડાવવામાં આવશે.
‘ચલો ઍપ’ દ્વારા બસમાં જગ્યા રિઝર્વ કરી શકાશે. રિર્ઝવ આધારીત પ્રવાસી હશે તો જ બસ સ્ટોપ પર બસ થોભશે. ઓછા બસ સ્ટોપ સાથે ઝડપથી આ બસમાં પ્રવાસ કરી શકાશે.
બેસ્ટની પ્રીમિયમ બસસેવા અંતર્ગત યુએસબી ચાર્જર અને આરામદાયી સીટ સહિત તમામ ઈલેક્ટ્રિક ઍરકંડિશન્ડ સર્વિસ મળશે. ‘ચલો ઍપ’ દ્વારા સીટ બુક કરી શકાશે. લાઈવ ટ્રેકિંગ સુવિધા હોવાથી બસ પકડવા માટે પ્રવાસી બસ સ્ટોપ પર સમયસર પહોંચી શકશે. સીટનું રિર્ઝવેશન રદ કરવાની પણ સગવડ રહેશે. બસમાં રેગ્યુલર પ્રવાસ કરવા માટે મેમ્બર બન્યા બાદ પ્રવાસી તેના દૈનિક પ્રવાસ ખર્ચ પર પાંચ ટકા સુધીની બચત કરી શકશે.
બેસ્ટની‘ચલો ઍપ’ ડાઉનલોડ કરો અને ‘ચલો બસ’ પર ટૅપ પર જઈને ટિકિટ બુક કરી શકાશે. પ્રત્યેક ફેરી માટે પૈસા આપીને પ્રવાસ કરી શકાશે અથવા બસ પાસ યોજનાનો લાભ લઈ શકાશે.
બેસ્ટની થાણે-બીકેસી વચ્ચે દોડશે પ્રીમિયમ બસ ઍપ પર ટિકિટ રિર્ઝવ કરી શકાશે
RELATED ARTICLES