બેસ્ટની ‘હોપ ઓન-હોપ ઓફ’ એસી બસ દર કલાકે દોડશે

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બેસ્ટ ઉપક્રમના મહાનગરપાલિકામાં વિલીનીકરણને ૭૫ વર્ષ થઈ રહ્યાં છે. એ નિમિત્તે પ્રવાસીઓ માટે જુદી જુદી યોજના અમલમાં લાવી રહી છે. જે હેઠળ બેસ્ટની ‘હોપ ઓન-હોપ ઓફ હો-હો’ ઍરકંડિશન્ડ ઈલેક્ટ્રિક પર્યટનની બસસેવા હવે દર એક કલાકે ઉપલબ્ધ થશે એવી જાહેરાત બેસ્ટ ઉપક્રમે કરી છે.
બેસ્ટ ઉપક્રમના જણાવ્યા મુજબ બેસ્ટની ‘હો-હો’ એસી ઈલેક્ટ્રિક બસસેવા સવારના ૯થી સાંજના ૮ વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી હવે દર કલાકે ઉપાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બસની ટિકિટ પ્રતિ વ્યક્તિએ પ્રતિ બસ ફેરી તમામ કર સહિત ૧૫૦ રૂપિયા હશે. પર્યટક કોઈ પણ પર્યટન સ્થળ પર બસમાંથી ઊતરીને તે સ્થળની મુલાકાત લીધા બાદ બીજી ફેરીની બસમાં ચઢીને આગળના પર્યટન સ્થળની મુલાકાત લઈ શકશે. પર્યટકો આ બસ સિવાય બેસ્ટ ઉપક્રમની અન્ય બસરૂટનો પણ ઉપયોગ કરીને મુંબઈના પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકશે
બેસ્ટની ‘હોપ ઓન-હોપ ઓફ હો-હો’ બસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ચાલુ થઈને મ્યુઝિયમ, ગેટ વે ઑફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ, બાબુલનાથ, પેડર રોડ, હાજી અલી, મહાલક્ષ્મી રેસ કોર્સ, ધોબી ઘાટ (મહાલક્ષ્મી સ્ટેશન) જીજામાતા ઉદ્યાન માર્ગથી જે.જે. ફલાયઓવર પરથી ફરી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ દોડશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.