મુંબઈમાં બેસ્ટની બસ હાઈડ્રોજન પર દોડશે, ડીઝલ પર દોડનારી બસને હાઈડ્રોજનમાં પરાવર્તિત કરાશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પ્રદૂષણનું જોખમ ઘટાડવા અને ઈંધણના ખર્ચમાં બચત કરવા માટે બેસ્ટ ઉપક્રમે પોતાના કાફલામાં ડીઝલ પર દોડતી બેસ્ટને હાઈડ્રોજનમાં પરાવર્તિત કરવાની છે. પહેલા તબક્કામાં ડીઝલ પર દોડનારી ૨૨૨ બસ હાઈડ્રોજનમાં પરાવર્તિત કરવા માટે બેસ્ટ ઉપક્રમે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે.

આ બસ ડીઝલમાંથી હાઈડ્રોજનમાં પરાવર્તિત થયા બાદ ઈંધણ માટે પ્રતિવર્ષ થતા ૨૦ કરોડ ૪૦ લાખ રૂપિયાની બચત થશે. હાલ બેસ્ટ પાસે ૩,૬૦૦થી વધુ બસ છે. આ બસ ડીઝલ, સીએનજી, હાયબ્રીડ અને ઈલેક્ટ્રિક પર દોડનારી છે. હાલ બેસ્ટમાં મોટાભાગની બસ ઈંધણની બચત અને પ્રદૂષણ ઘટાડવા માટે ઈલેક્ટ્રિક પર દોડાવી રહી છે.

ઇંધણની બચત માટે હાઈડ્રોજનવાળી બસ લેવાની બેસ્ટ ઉપક્રમની યોજના છે. ડીઝલ પર દોડનારી બસ કાર્બન ડાય ઑક્સાઈડ ઉત્સર્જિત કરે છે. તેથી પ્રદૂષણનું જોખમ વધે છે. લગભગ ૧૫ ટકા ઉત્સર્જન એ ડીઝલ પર દોડનારા ભારે વાહનને કારણે થાય છે. તેથી કેન્દ્ર સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે બસને ઈલેક્ટ્રિક અને હાઈડ્રોજનમાં પરાવર્તિત કરવાનો નિર્ણય લીધો છે.

ઑગસ્ટ ૨૦૨૨માં પહેલી હાઈડ્રોજન બસ પુણેમાં દોડી હતી. હવે બેસ્ટ ઉપક્રમ પણ મુંબઈમાં હાઈડ્રોજન બસ ચાલુ કરવાના પ્રયાસમાં છે. અહીં ઉલ્લેખનીય છે કે બેસ્ટની બસને દરેક મહિને ૧,૨૦૦ લિટર ડીઝલ લાગે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.