બેસ્ટના તમામ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

બૃહદ મુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા તળ મુંબઇમાં વીજળોનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. બેસ્ટે હવે તેના તમામ ગ્રાહકોના વીજળીના જૂના મીટરો બદલી નવા અત્યાધુનિક સ્માર્ટ મીટર બેસાડવાનો નિર્ણય લીધો છે. આ કામ તબક્કાવાર એકાદ-બે વર્ષમાં પૂરુ કરવામાં આવશે.
બેસ્ટ દ્વારાગોઠવવામાં આવનારા નવા મીટર સ્માર્ટ હશે. જ્યારે વીજળી ગુલ થઇ જાય ત્યારે આ મીટર બેસ્ટની પાવર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને તુરંત જાણ કરી દેશે અને બેસ્ટ દ્વારા ગ્રાહકોને જાણ કરવામાં આવશે કે લાઈટ ગઈ છે અને વીજળીપૂરવઠો ખંડિત થયો છે. તેને ફરીથી ચાલુ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
બેસ્ટના દક્ષિણ મુંબઈમાં આશરે 10.5 લાખ વીજળીના ગ્રાહકો છે આ તમામ ગ્રાહકોના જૂના મીટર બદલીને નવા સ્માર્ટ અને અત્યાધુનિક મીટર ગોઠવવામાં આવશે. સ્માર્ટ મીટરને કારણે મોબાઇલ એપના માધ્યમથી ગ્રાહકો પોતે જ કેટલી વીજળી વાપરી, કેટલો બિલ આવ્યું, કેટલા પૈસા થયા બધું જ જાણી શકશે અને તેમને ખોટા બીલની ઝંઝટ નહીં થાય.
બેસ્ટના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ જે અંતર્ગત ગ્રાહકોને છ મહિનામાં જ મોબાઈલ એપ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ વર્ષથી જૂના મીટરને કાઢીને તેને સ્થાને નવા મીટર ગોઠવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.