વાહ!! કોલેજના વિદ્યાર્થીઓને પણ મળશે હવે બેસ્ટ પાસમાં ડિસ્કાઉન્ટ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

બેસ્ટ ઉપક્રમે હવે ગ્રેજ્યુએશનનું ભણનારા વિદ્યાર્થીઓને પણ બેસ્ટના પાસમાં ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. તેથી કોલેજના વિદ્યાર્થીઓ પણ રાહતના દરે બેસ્ટમાં પ્રવાસ કરી શકશે. આ યોજના ૨૨ ઑગસ્ટથી લાગુ પડશે.
બેસ્ટ ઉપક્રમની જાહેરાત મુજબ ૧૨મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ૬૪૯ રૂપિયાની કિંમતનો ૧૦૦ બસફેરી સાથેનો બસ પાસ ૩૫૦ રૂપિયામાં ડિસ્કાઉન્ટ સાથે મળશે. ૧૦૫૦ રૂપિયાનો ક્વોટરલી બસ પાસ અને છ મહિનાનો પાસ ૧,૭૫૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે.
ગ્રેજ્યુએશનનું ભણનારા વિદ્યાર્થીઓ માટે ૧૦૦ ફેરીનો ૯૯૯ રૂપિયાનો માસિક બસ પાસ ૫૦૦ રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ હશે. તો ત્રણ મહિનાનો બસ પાસ ૧૫૦૦ રૂપિયા અને છ મહિનાનો પાસ ૨,૫૦૦ રૂપિયામાં ઉપલબ્ધ હશે.
પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થી માટે માસિક પાસ ૨૦૦ રૂપિયા, ત્રણ મહિનાનો પાસ ૬૦૦ રૂપિયા અને છ મહિનાનો પાસ ૧,૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે. છઠ્ઠાથી ૯મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે માસિક પાસ ૨૫૦ રૂપિયા, ત્રણ મહિનાનો પાસ ૭૫૦ રૂપિયા અને છ મહિનાનો પાસ ૧૨૫૦ રૂપિયામાં ઉપલબ્ધ થશે.
વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ ૨૨ ઑગસ્ટ, ૨૦૨૨ સોમવારથી ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓ ‘બેસ્ટ ચલો ઍપ’ના માધ્યમથી ઑનલાઈન અરજી કરી શકે છે અથવા નજીકના બેસ્ટ ડેપોમાંથી સ્માર્ટ કાર્ડથી પાસ કાઢી શકે છે.

1 thought on “વાહ!! કોલેજના વિદ્યાર્થીઓને પણ મળશે હવે બેસ્ટ પાસમાં ડિસ્કાઉન્ટ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.