મુંબઈ: દક્ષિણ મુંબઈના ગ્રાહકોને બેસ્ટ ઉપક્રમે જોરદાર ઝટકો આપ્યો છે. બેસ્ટ ઉપક્રમે વીજગ્રાહકોને મહિનાના બે મહિનાના માસિક બિલની સાથે વધારાની સિક્યોરિટી ડિપોઝિટ ભરવાનો તમામ ગ્રાહકોને પત્ર મોકલી દીધો છે. તેની સામે કૉંગ્રેસે આ નિર્ણયને તાત્કાલિક રદ નહીં કર્યો તો આંદોલન કરવાની ચીમકી આપી છે.
બેસ્ટ ઉપક્રમે પોતાના ૧૦ લાખ વીજગ્રાહકોને બે મહિનાના માસિક બિલની વધારાની અનામત રકમ ભરવાનો પત્ર મોકલ્યો છે. કૉંગ્રેસના દાવા મુજબ સિક્યોરિટી ડિપોઝિટ માટે જ વસૂલવામાં આવે છે. બેસ્ટના આ પત્રને કારણે જોકે ગ્રાહકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. બેસ્ટ પ્રશાસનના આ નિર્ણયથી ૧૦ લાખ ગ્રાહકોને અન્યાય થશે એવા દાવા સાથે કૉંગ્રેસ આક્રમક થઈ ગઈ છે.
દક્ષિણ મુંબઈના વીજગ્રાહકોને બેસ્ટે આપ્યો જોરદાર ઝટકો: આ પક્ષે આપી આંદોલનની ચીમકી
RELATED ARTICLES