મુંબઈઃ મોંઘવારીને કારણે ત્રસ્ત મુંબઈગરાને ટૂંક સમયમાં જ વધુ એક આંચકો લાગે એવી શક્યતા છે, કારણ કે બેસ્ટ દ્વારા 18 ટકા વીજદર વધારાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. એપ્રિલ મહિનાથી મુંબઈગરાના વીજબિલમાં વધારો થાય એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
બેસ્ટ દ્વારા મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશન (MERC) પાસે આ ભાવવધારાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. થોડાક દિવસ પહેલાં અદાણી ઈલેક્ટ્રિસિટી અને ટાટા પાવરે પણ વીજદર વધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. હવે આમાં વધારો કરવા માટે બેસ્ટ દ્વારા પણ ભાવવધારો સૂચવ્યો છે. પરિણામે મુંબઈગરાને મોંઘવારીનો વધુ એક ફટકો લાગશે.
બેસ્ટ દ્વારા MERC સમક્ષ રજૂ કરવામાં આવેલા ભાવવધારાના પ્રસ્તાવ અનુસાર દુકાન, ઓફિસ અને અન્ય કમર્શિયલ ઓફિસને દિલાસો મળશે. આ વીજ ગ્રાહકો માટે બેસ્ટ દ્વારા 6 ટકા શુલ્ક ઓછો કરવો કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
જો MERC દ્વારા આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે તો મુંબઈગરાની કમર વધારાના ખર્ચાના ભારથી ઝૂકી જશે. એક તરફ મોંઘવારીની મારથી ઓલરેડી મુંબઈગરાની કેડ બેવડ વળી ગઈ છે અને હવે આ વીજદર વધારાના શોકથી મુંબઈગરો હચમચી જશે. પરિણામે હવે રાજ્ય વીજ નિયામક આયોગ પાસે થનારી સુનાવણી તરફ લોકો આશાભરી નજરે જોઈ રહ્યા છે.
મુંબઈ શહેરને બેસ્ટ અને ટાટા પાવર કંપનીના માધ્યમથી વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે. જ્યારે મુંબઈના ઉપનગરોમાં અદાણી પાવર, ટાટા પાવર અને અનેક વિસ્તારોમાં મહાવિતરણ દ્વારા વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે.
મુંબઈગરાને બેસ્ટ આપશે શોક?
RELATED ARTICLES