ગણેશ દર્શન કરાવશે BEST! જાણો બેસ્ટ પ્રશાસને કેવી રીતે કરી છે વ્યવસ્થા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈમાં ધામધુમથી ઉજવાતા ગણેશોત્સવને લોકો સુધી પહોંચાડવા માટે બેસ્ટ પ્રશાસને અનોખી યોજના બહાર પાડી છે. મળતી માહિતી અનુસાર 31 ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર દરમિયાન બેસ્ટ ખાસ બસો દોડાવશે અને મહત્ત્વની વાત એ છે કે આ બસ લોકપ્રિય ગણેશોત્સવ મંડળોની વિઝીટ કરાવશે. આ બસ ફોર્ટ, ગિરગાંવ, ખેતવાડી, લાલબાગ અને ભાયખલ્લા જેવા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર ફરાવશે.

આ સુવિધા રાત્રે 10 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. દર એક કલાકે બસ આવશે. બસની શરૂઆત ગેટવે ઓફ ઇન્ડિયા(Gateway of India) થી થશે અને ત્યાંથી નરીમન પોઇન્ટ(Nariman Point), મરીન ડ્રાઈવ, મહર્ષિ કર્વે રોડ(Maharshi Curve Road), ગીરગાંવ ચર્ચ, પ્રાર્થના સમાજ, તાડદેવ, મુંબઈ સેન્ટ્રલ, ભાયખલા જીજામાતા ઉદ્યાન, લાલબાગ, ફરી એકવાર ભાયખલા, ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ અને મરીન લાઈન્સ(Mumbai Central and Marine Lines) થઈને મેટ્રો સિનેમાના(Metro Cinema) રૂટથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી દોડશે.

આ ડબલ ડેકર બસ નું(Double Decker Bus) ભાડું ગ્રાઉન્ડ સીટીગ માટે 75 રૂપિયા અને ઉપરના ડેક માટે 150 રૂપિયા આંકવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.