Bengaluru rains: IT કર્મચારીઓનો જુગાડ! જેસીબી અને ટ્રેક્ટરમાં જઈ રહ્યા છે ઓફિસ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મેઘરાજાએ દક્ષિણ ભારતને ઘમરોડ્યું છે. હવામાન વિભાગે કેરળ. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં નવ સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની ચેતવણી આપી છે ત્યારે કર્ણાટકની રાજધાની બેંગ્લોર જળબંબાકાર થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ઠેર ઠેર પાણી ભરાવાને કારણે આઈટી કર્મચારીઓએ ઓફિસ જવા માટે અનોખો જુગાડ કર્યો છે. આઈટી કર્મચારીઓ ટ્રેક્ટર અને જેસીબીમાં બેસીને ઓફિસ જઈ રહ્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

YouTube player

સિલિકોન વેલી કહેવાતા બેંગ્લોરમાં પહેલી વાર પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. સતત વરસાદને કારણે વીજળી અને પાણી પુરવઠો ઠપ થયો છે. જીવનાવશ્યક વસ્તુઓ પહોંચાડવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક કર્મચારીએ જણાવ્યું હતું કે વરસાદના કારણે અમારા કામ પર અસર પડી છે. અમે 50 રૂપિયા આપીને ટ્રેક્ટરમાં ઓફિસ જઈએ છીએ. મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ ખાતરી આપી છે કે તેઓ કર્મચારીઓની સમસ્યા અંગે આઈટી કંપનીઓ સાથે વાત કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.