કિસ કે ચુંબન પ્રેમ કે પોતાનાપણાની અભિવ્યક્તિનું ખૂબ જ જાણીતું માધ્યમ છે. માત્ર યુવક-યુવતી નહીં, પરંતુ ગમે તે સંબંધોમાં કિસ પોઝિટિવ રિઝલ્ટ આપે છે. વેલેન્ટાઈન્સ ડે પહેલાના દિવસને કિસ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે આપણે પ્રેમી પંખીડાની કિસ-સ્મૂચ વિશે વાત કરીએ. દરેક શારિરીક ક્રિયા આરોગ્ય સાથે જોડાયેલી છે અને કિસ આમાંથી બાકાત નથી તો આવો જાણીએ કિસિંગના હેલ્થ બેનિફીટ્સ
1. કિસ તમારા હેપ્પી હોર્મોન્સને બૂસ્ટ કરે છે. કિસિંગ તમારા મગજને કેમિકલ્સનું કોકટેલ રિલીઝ કરવા જોર કરે છે. આ કેમિકલ્સમાં ઓક્સિટોસિન, ડોપામાઈન, સેરોટોનિન વેગેરે છે. જે તમારા પાર્ટનર સાથેના સંબંધોને મજબૂત બનાવે છે. આ સાથે કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનને ઓછું કરે છે. આથી તમે પોઝિટિવ ફીલ કરો છો.
2. કિસિંગ સમયે રીલિઝ થતું ઓક્સિટોસીન પેર બોન્ડિંગ માટે મદદરૂપ થાય છે. આનાથી તમારા પાર્ટનર સાથેના સંબંધો લાંબા ટકે છે અને સંતોષનો અનુભવ થાય છે.
3. હેપ્પી હોર્મોન્સને બૂસ્ટર. કિસ કરવાથી અને કોર્ટિસોલ નામના હોર્મોન્સના ઓછા થવાથી પોતાના પ્રત્યેનો પ્રેમ પણ વધે છે. 2016માં થયેલા સંશોધન અનુસાર કોર્ટિસોલ એક એવું હોર્મોન્સ છે જે એ લોકોને સતાવે છે જેઓ દેખાવમાં સારા નથી અથવા તો સ્વાભિમાન ખોઈ ચૂક્યા છે. કિસિંગ દરમિયાન આ હોર્મોન્સ ઓછુ થાય છે.
4. કિંસિગ અને હગિંગ અથવા તો આઈ લવ યુ કહેવાથી મનોવૈજ્ઞાનિક રીતે ફાયદો થાય છે. સંબંધ તાજો લાગે છે અને તાણ ઓછી થવાથી શરીર અને મન હલકા રહે છે.
5. કિંસિગ બ્લડ પ્રેશર ઘટાડે છે. ડેમિરજીયાન નામના લેખકની બુક પ્રમાણે કિંસિગથી લોહીનું ભ્રમણ ઝડપી બને છે. બલ્ડ વેસલ્સ વિસ્તરે છે. લોહીનો પ્રવાહ વધે છે અને બ્લડ પ્રેશરને અમુક સમય પૂરતું ઓછું કરે છે. આમ કિસિંગથી હૃદયને પણ ફાયદો થાય છે.
6. લોહીનો પ્રવાહ વધવાથી પિરિયડ્સ સમયનો દુઃખાવો એટલે કે પિરિટડ્સ ક્રેમ્સ પણ ઓછા થવાનું સંશોધકો કહે છે.
7. બ્લડ વેસલ્સના ડિલેશન -વિસ્તરણ થવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. આથી કિસિંગને હેડએક ટ્રીગર એટલે કે માથાના દુઃખાવાનો ઈલાજ માનવામાં આવે છે.
8 એકબીજાના સલાઈવા કે મુખરસ (લાળ)ને લીધે નવા જર્મ્સ મળે છે. 2014માં થયેલા અભ્યાસ અનુસાર જે કપલ વારવાર કિસ કરે છે તેમના મુખરસ અને જીભ પર એકસરખા માઈક્રોબાયોડેટા હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.
9. 2009ના અભ્યાસ અનુસાર રોમાન્ટિક કિસિંગ કરતા કપલ્સના ટોટલ સેરમ કોલસ્ટ્રોલમાં સુધારો જોવા મળે છે. કોલસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
10. કિસિંગથી જાતીય આવેગ જાગે છે. સલાઈવામાં ટેસ્ટોસ્ટેરોન હોય છે જે કાસ કરીને મહિલાઓમાં જાતીય આનંદ માણવાની ઈચ્છા જન્માવે છે. કિસિંગ જેટલું તીવ્રતા અને પ્રેમથી થાય તેટલું ટેસ્ટોસ્ટેરોન વધારે રિલીઝ થાય છે અને સમાગમ વધારે હુફાળો બને છે.
11. કિસિંગ કરતા સમયે બેથી માંડી 34 ફેસ મસલ્સ કામ કરતા થઈ જાય છે. કિસિંગ ફેસિયલ મસલ્સનું વર્કઆઉટ છે. આનાથી કોલેજેન પ્રોડ્ક્શન વધે છે અને ચામડી પણ યુવાન રહે છે.
12. કિસિંગથી વજન ઉતરે છે. હા, એક મનિટની રોમાન્ટિક કિસથી બેથી માંડી 26 જેટલી કેલરી બર્ન થાય છે.
હા, એક કિસના ફાયદા ઘણા છે, પણ યાદ રહે કિસ બન્નેની ઈચ્છા અને બન્નેના એકસરખા પ્રેમની અભિવ્યક્તિ હોવી જોઈએ. ઠોકી બેસાડેલી કે થોપી બેસાડેલી કોઈ પણ અભિવ્યક્તિ આરોગ્યને સુધારવાને બદલે બગાડે છે. પ્રેમ, કાળજી, પોતાનાપણું એ કોઈપણ શારિરીક ચેષ્ટાની પૂર્વશરત છે.