Homeસ્પેશિયલ ફિચર્સગુણકારી લીમડાના ફાયદા...

ગુણકારી લીમડાના ફાયદા…

આયુર્વેદમાં લીમડાને ઔષધી તરીકે વર્ણવવામાં આવ્યું છે. લીમડો સુંદરતાથી લઈને સ્વાસ્થ્ય સુધી દરેક બાબતમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીમડાના પાંદડાના ઘણા ફાયદા છે પછી તે ચહેરા પરના પિમ્પલ્સ હોય કે પછી પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય, દરેક સમસ્યામાં લીમડો ગુણકારી છે. ઈન્ફેક્શનથી છુટકારો મેળવવા માટે લીમડાના પાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તો ચાલો જાણીએ કે લીમડો સ્વાસ્થ્ય અને સુંદરતા માટે કેવી રીતે ફાયદાકારક છે.

જો ચહેરા પર ખીલની સમસ્યા હોય તો લીમડો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ માટે તમે લીમડાના રસનું નિયમિત સેવન કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. તમારે ફક્ત લીમડાના પાનને સારી રીતે ધોઈને પીસીને તેનો રસ તૈયાર કરવાનો છે અને તેનું નિયમિત સેવન કરવાનું છે. આમ કરવાથી તમારું લોહી સાફ થશે અને ત્વચામાં ચમક આવશે અને ખીલની સમસ્યા પણ દૂર થશે.

લીમડો દાંતને મજબૂત કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે દાંતના દુઃખાવામાં પણ રાહત આપે છે અને દાંતને ચમકીલા પણ બનાવે છે. શુષ્ક અને નિસ્તેજ વાળથી છુટકારો મેળવવા માટે લીમડાના પાનને તેલમાં ઉકાળો. પછી આ તેલ તમારા વાળમાં લગાવો. તેનાથી વાળમાં ચમક તો આવશે જ સાથે વાળ ખરવાની સમસ્યા પણ ખતમ થશે. જો તમે ખીલના દાગથી પરેશાન છો તો લીમડાનો ફેસમાસ્ક તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. ફેસ પેક માટે લીમડાના પાનને સારી રીતે પીસીને પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર નિયમિત રીતે લગાવો. આના ઉપયોગથી ચહેરા પર ચમક તો આવશે જ, સાથે જ ખીલના ડાઘ પણ હળવા થવા લાગશે. માથાનો દુખાવો, દાંતના દુખાવા, હાથ-પગના દુખાવા અને છાતીના દુખાવા માટે લીમડાના તેલની માલિશ ખૂબ જ ફાયદાકારક છે. તેના ફળનો ઉપયોગ ઉધરસ અને કફનાશક તરીકે થાય છે. લીમડાના પાનને પીસીને દાઝેલા કે ઘા પર લગાવવાથી દુઃખાવો અને ઘા ઝડપથી મટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular