ક્રિકેટના રસિયાઓને લાગ્યો ઝટકો! ઈંગ્લેન્ડના આ ખેલાડીએ જાહેર કરી નિવૃતિ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વન ડે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરીને ક્રિકેટના રસિયાઓને ચોંકાવી દીધા છે. તે આવતી કાલે સાઉથ આફ્રિકા સામે અંતિમ મેચ રમવા મેદાનમાં ઉતરશે. 31 વર્ષના બેન સ્ટોક્સે 104 વનડે મેચ રમ્યા બાદ ઈંગ્લેન્ડના જ મેદાનમાં તેના વનડે કરિયરનો છેલ્લી મેચ રમશે.

નોંધનીય છે કે વર્ષ 2019માં વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં બેન સ્ટોક્સનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
નિવૃત્તિ અંગે સ્ટોક્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને લખ્યું હતું કે, હું ઈંગલેન્ડ માટે મંગળવારે છેલ્લી મેચ રમીશ. વનડે ક્રિકેટ ફોર્મેટમાંથી હું સન્યાસ લઈ રહ્યો છું, આ નિર્ણય લેવો મારા માટે ખૂબ જ કપરો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.