Homeસ્પેશિયલ ફિચર્સ...જોત-જોતામાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો ભિખારી!

…જોત-જોતામાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો ભિખારી!

રસ્તામાં ચાલતી વખતે આપણને ઘણી વખતે ભિખારીઓ ટકરાઈ જાય છે અને ભીખ માગવા લાગે છે. આપણે દયા કરીને તેમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની મદદ પણ કરી દઈએ છીએ. પરંતુ એ સમયે આપણને અંદાજો નથી હોતો કે આપણે જેને મદદ કરી છે એ ખરેખર એ મદદનો હકદાર છે કે નહીં.
હાલમાં સોશિયલ મીડિયા પર ભિખારીઓની ચર્ચા થઈ તેનું કારણ છે એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મારું નવા વર્ષનું રિઝોલ્યુશન છે કે હું ભિખારીઓને પૈસા નહીં આપું… યુઝરે જેવી આ પોસ્ટ કરી કે લોકો તેના પર તૂટી પડ્યા અને ગુસ્સો કરવા લાગ્યા. થોડાક સમય બાદ એ વ્યક્તિએ પોતાની પોસ્ટ ડિલીટ કરી નાખી. પણ એટલા સમયમાં તો ભિખારી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો.
કેટલાક લોકો આ વાતની તરફેણમાં હતા તો વળી કેટલાક લોકો તેની વિરોધમાં. કેટલાક લોકો એવા ભિખારીઓની અલગ અલગ સ્ટોરીઓ શેયર કરવા લાગ્યા. એવામાં જ એક એવા ભિખારીની સ્ટોરી વાઈરલ થવા લાગી સોશિયલ મીડિયા પર કે જેની પાસે અપાર સંપતિ હોવાનું જાણવા મળ્યું હતું.
આ સ્ટોરી લેબનન શહેરની છે અને ત્રણ વર્ષ જૂની છે. જે ફરી એક વખત ચર્ચામાં આવી છે. રિપોર્ટસની વાત માનીએ તો આ ભિખારી શહેરના જુદા જુદા વિસ્તારમાં બેસીને ભીખ માંગતો હતો. પછી એક દિવસ અચાનક તે બેંક ગયો અને ત્યાંથી તેણે પોતાના પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. ત્યાર બાદ એ બેંકમાં પૈસાની સમસ્યા થઈ. જ્યારે આ બાબતની તપાસ કરવામાં આવી કે ભિખારી પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા ત્યારે જાણવા મળ્યું કે ભિખારીના ખાતા કરોડો રુપિયા છે.
જોકે આ પહેલી વખત નથી કે ભિખારીઓ પાસે આટલી બધી સંપતિ હોવાનું જાણવા મળ્યું હતું. ભારતમાંથી જ આવી અનેક સ્ટોરીઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular