મુખ્ય પ્રધાને કોના માટે કહ્યું આવું?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પુણેની કસ્બા પેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચારના મુદ્દે અમારી એવી ટીકા કરી રહ્યા હતા કે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને પ્રચાર માટે રાજ્યના ઈતિહાસમાં રોડ શો કરવાની પહેલી ઘટના, પરંતુ તમે પોતે ગલીએ-ગલીએ ફરી રહ્યા હતા. તમારા નેતા શરદ પવાર પણ નાની નાની બેઠકો કરી રહ્યા હતા. તેઓ પણ ગલીએ-ગલીએ ફરી રહ્યા હતાને? એવો ટોણો લગાવતાં મુખ્ય પ્રધાન શિંદેએ અજિત પવાર અને એનસીપીને લગાવ્યો હતો.
આ જ પ્રસંગે તેમણે ઉદ્ધવ ઠાકરેના નિવેદનની હાંસી ઉડાવતા કહ્યું હતું કે બાકી બધાનું તો ઠીક છે, પરંતુ જેના હાથમાં પક્ષ પણ રહ્યો નથી, જેમનો ઉમેદવાર પણ નહોતો તે લોકો પરિણામોની ઉજવણી કરી રહ્યા છે. કહી રહ્યા છે કે હવે કસ્બા ભ્રમમાંથી બહાર આવ્યું છે, દેશ પણ બહાર આવી જશે. તેમનું નિવેદન એટલે બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના જેવું છે.
રાજ્ય વિધાનસભામાં બજેટ સત્રના પ્રારંભે રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા ભાષણના અભિનંદન પ્રસ્તાવ પર જવાબ આપતાં તેમણે નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરેની હાંસી ઉડાવી હતી.
કસ્બાની બેઠક જીતી લીધી એટલે તમે બધા આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. તે બેઠક કૉંગ્રેસે જીતી હતી અને પછી તમે શ્રીમંતનો સામાન્ય જનતાએ પરાભવ કર્યો એવી ટીકા કરી, પરંતુ તે જ સામાન્ય જનતાએ તમને પિંપરી-ચિંચવડમાં હરાવ્યા અને ભાજપ-શિવસેના યુતિના ઉમેદવાર અશ્ર્વિની જગતાપને વિજયી કર્યા એમ યાદ અપાવતાં તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો તો બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાનાની જેમ નાચી રહ્યા હતા. તેમની આ ટીકા ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત માટે હતી.
બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના..
RELATED ARTICLES