Homeઆપણું ગુજરાતમતદાન પહેલા પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં...

મતદાન પહેલા પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સભા ગજવશે

ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે દરેક પક્ષ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે વડપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી 19 નવેમ્બરનાં રોજ બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.
પહેલા તબક્કા માટે 1લી ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થવાનું છે જેના લઈને વડપ્રધાન રોડ શો કરશે અને જાહેર સભા સંબોધશે. વડાપ્રધાન મોદી 19 નવેમ્બરે વાપીમાં રોડ શો કરશે. આ ઉપરાંત વલસાડમાં જનસભાને સંબોધન કરશે. આ સાથે 20 નવેમ્બરે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રમાં ચાર જનસભા સંબોધશે. PM મોદી સૌરાષ્ટ્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદમાં જનસભાને સંબોધશે.
બીજી તરફ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી 22 નવેમ્બરે ગુજરાતમાં પ્રચાર કરવા આવશે. ભારત જોડો યાત્રામાં વિરામ દરમિયાન ગુજરાત આવશે. ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશમાં પ્રચાર માટે ન જવા બદલ ટીકાનો સામનો કરી રહ્યા છે.
હિમાચલની ચૂંટણી પૂરી થતા કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરી રહી છે. આગામી થોડા અઠવાડિયામાં રાજ્યમાં કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતાઓ દ્વારા પ્રચાર રેલીઓ યોજાવાની છે.
સાથે આમ આદમી પાર્ટી પણ ગુજરાત સર કરવા પુરા જોરશોર સાથે પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અવારનવાર ગુજરાત આવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular