બીડઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે છાશવારે ચર્ચામાં રહેતાં હોય છે પછી એ ગણેશોત્સવમાં મોડી રાતે કાર્યકર્તાઓના ઘરે જઈને ગણેશ દર્શન લેવાની વાત હોય કે શપથ વિધિમાં પૌત્રને ખભે લઈને શપથ લેવાની વાત હોય કે પછી પોતાની લાક્ષણિક અદામાં ભાષણ કરીને વિરોધકોની પોલખોલ કરવાની હોય…હાલમાં સીએમ એકનાથ શિંદે ફરી ચર્ચામાં આવ્યા છે અને તેનું કારણ છે સીએમને બીડની મહિલા દ્વારા લખવામાં આવેલો પત્ર…
સાગરબાઈ ગદડે નામની મહિલાએ સીએમને પત્ર લખીને તેને વિધાનસભ્ય બનાવવાની માગણી કરી છે અને આ પત્રમાં તેમણે વિધાનસભ્ય બન્યા બાદ દીકરો એક રુપિયાનું માનધન લઈને મહારાષ્ટ્રના ખેડૂતો અને ગરીબોની સેવા કરશે, એવી બાંહેધરી આપી છે. ગદડે કેજ તાલુકાના દહિફળ ગામના રહેવાસી છે.
આવો જોઈએ બીજું શું લખ્યું છે ગદડેએ તેમના પત્રમાં.. (મરાઠીમાં લખાયેલા પત્રનું ગુજરાતી ભાષાંતર)
મુખ્ય પ્રધાન શિંદેસાહેબ. તમને પત્ર લખવાનું કારણ- મારા શ્રીકાંતને વિધાનસભ્ય બનાવવા બાબતે…
હું સાગરબાઈ વિષ્ણુ ગદળ તમને વિનંતી કરું છું કે મારા શ્રીકાંત ગદળે છેલ્લાં અનેક વર્ષથી રાજ્યના ખેડૂતો, ગરીલ જનતાની સમસ્યાઓ ઉકેલવાનું કામ કરે છે. પણ તેની પાસે કોઈ પદ ન હોવાને કારણે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તમે મારા દીકરાને શ્રીકાંતને વિધાનસભ્ય બનાવો. તે એક રુપિયાનું માનધાન લઈને કામ કરવા માટે તૈયાર છે. મારો શ્રીકાંત વિધાનસભ્ય થઈને રાજ્યના ખેડૂતોને આત્મહત્યા કરતાં રોકશે. એટલું જ નહીં તે મહારાષ્ટ્રની ગરીબી હટાવીને યુવાનોને રોજગારની તકો ઉપલબ્ધ કરાવીને તેમને રોજીરોટી આપવી છે. આ બધા કામો મારા શ્રીકાંતને કરવા છે.
એ માટે હું માનનનીય મુખ્ય પ્રધાન એકનાથજી શિંદે સાહેબ તમે મારા શ્રીકાંતને વિધાનસભ્ય બનાવો. રાજ્યના ખેડૂતો અને ગરીબોની સેવા કરવાની તક આપો. જો તમે મારા શ્રીકાંતને આ તક આપી તો હું તમારી ખૂબ ખૂબ આભારી રહીશ… ચોક્કસ જ મારો શ્રીકાંત પણ તમારા દ્વારા આપવામાં આવેલા વિધાનસભ્યના પદનો યોગ્ય ઉપયોગ કરશે.
આ પત્રની જ્યાં ત્યાં ચર્ચા થઈ રહી છે. એટલું જ નહીં હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ પત્રનો શું જવાબ આપે છે એ તરફ લોકોની નજર છે…