બીડઃ બીડ જિલ્લાના કેજથી ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે અને કેજના નાયબ તહેસીલદાર આશા વાઘને ભરરસ્તે પેટ્રોલ નાખીને બાળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકારી અધિકારી પર થયેલાં હુમલાના પ્રયાસને કારણે કેજમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. કૌટુંબિક વિવાદને પગલે આશા વાઘ પર આ હુમલો કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. આ પહેલાં પણ પારિવારિક વિવાદને પગલે તેમના ભાઈએ જ તેમના પર હુમલો કર્યો હતો.
કેજ તહેસીલ ઓફિસના સંજય ગાંધી નિરધાર યોજનાના નાયબ તહેસીલદાર આશા વાઘ પર ભરરસ્તે આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આજે બપોરે ચાર વાગ્યાની આસપાસ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાંથી તે બાલ બાલ બચી ગયા હતા. હાલમાં તેઓ કેજની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
શુક્રવારે બપોરે જમીને તહેસીલદાર આશા મોપેડ પર બેસીને તહેસીલ ઓફિસ જવા માટે નીકળ્યા હતા. એ સમયે એક ફોર વ્હીલરે તેમનો રસ્તો અટકાવ્યો હતો. તેમાંથી ઉતરેલી એક મહિલા સહિત ચાર જણે આશા વાઘ પર હુમલો કર્યો હતો. હુમલાખોરે બોટલમાંથી પેટ્રોલ નાખીને તેમને બાળવાનો પ્રયાસ કર્યો હતો. પણ આ હુમલામાંથી તેઓ સહેજમાં બચી ગયા હતા. હાલમાં તેઓ કેજની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. હુમલાખોરો ફરાર થઈ ગયા હોઈ પોલીસ તેમની તપાસ કરી રહી છે.
બીડમાં નાયબ તહેસીલદાર સાથે રસ્તાની વચ્ચોવચ્ચે થયું કંઈક આવું
RELATED ARTICLES