(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચીન સહિતના વિશ્ર્વના દેશોમાં ઝડપભેર ફેલાઈ રહેલા કોરોનાને પગલે ભારત સરકાર પણ એલર્ટ થઈ ગયું છે. મુંબઈ મહાનગરપાલિકાએ પણ મુંબઈની હૉસ્પિટલોમાં તૈયાર રાખવામાં આવેલા બેડની સંખ્યા જાહેર કરી છે.
મુંબઈમાં હાલ અંધેરીમાં આવેલી મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત સેવન હિલ્સ હૉસ્પિટલમાં કોવિડના દર્દીઓ પર સારવાર કરવામાં આવી રહી છે. અહીં કોવિડના દર્દીઓ માટે ૧૭૦૦ બેડ રાખવામાં આવ્યા છે. ચિંચપોકલીમાં આવેલી કસ્તુરબા હૉસ્પિટલમાં ૩૫ બેડ રાખવામાં આવ્યા છે.
સરકાર સંચાલિત કામા હૉસ્પિટલમાં ૧૦૦, સેંટ જ્યોર્જ હૉસ્પિટલમાં ૭૦, ટાટા હૉસ્પિટલમાં ૧૬, જગજીવન રામ હૉસ્પિટલમાં ૧૨ અને ૮૭૧ બેડની વ્યવસ્થા ૨૬ ખાનગી હૉસ્પિટલમાં કરવામાં આવી છે.
કોવિડના દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવાની સાથે જ તેમની માટે ઑક્સિજનની પણ પૂરતી તૈયારી રાખી છે. આઈસીયુ બેડ પણ સજ્જ રાખવામાં આવ્યા છે. તમામ હૉસ્પિટલમાં દર્દીઓને વોર્ડ વોર રૂમ દ્વારા જ એડમિશન આપવામાં આવશે.
મુંબઈની હૉસ્પિટલોમાં કોવિડની સારવાર માટે બેડ અનામત
RELATED ARTICLES