મુંબઈઃ શનિવારે મહાવિકાસ આઘાડી દ્વારા કાઢવામાં આવેલા મહામોર્ચા વખતે લો એન્ડ ઓર્ડરને પહોંચી વળવા માટે મુંબઈ પોલીસ ખડેપગે રસ્તા પર હાજર હતી અને ખાસ તો મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસાળકર. પોલીસ કમિશનર એકની એક દિકરીના લગ્ન છોડીને મોર્ચાના બંદોબસ્તમાં હાજર હતા. મોર્ચો અને દીકરીના લગ્ન એક જ દિવસે હોવાને કારણે ફણસાળકર માટે બંને વાતો એટલી જ મહત્ત્વની હતી તેમ છતાં તેમણે પોતાના કર્તવ્યને વધારે મહત્ત્વ આપ્યું. ઘરમાં લગ્નની શહેનાઈઓ વાગી રહી હતી ત્યારે પોલીસ કમિશનર સવારથી જ મોર્ચાના સ્થળે ખડેપગે હાજર જોવા મળ્યા હતા. દરમિયાન આ બાબત પ્રકાશમાં આવતા જ તેમના પર અભિનંદન અને કર્તવ્યનિષ્ઠાના લોકો ભરપેટ વખાણ કરી રહ્યા છે.
દીકરીના લગ્ન છોડી પોલીસ કમિશનર મોર્ચામાં કાયદો અને વ્યવસ્થા સાચવવા ખડેપગે હાજર
RELATED ARTICLES