નવા વિવાદનો મધપૂડો છંછેડાયો! જેલમાં મુસ્લિમ યુવકની દાઢી કાપી અને પછી જે થયું…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાની જેલમાં એક મુસ્લિમ યુવકે તેની દાઢી કાપવાનો આરોપ લગાવ્યો છે. યુવકે આરોપ લગાવ્યો છે કે 14 સપ્ટેમ્બરના રોજ જેલમાં જેલરે તેને પાકિસ્તાની કહીને બળજબરીથી તેની દાઢી કપાવી નાંખી હતી, જે બાદ જીરાપુરના મુસ્લિમ સમાજના લોકોએ જેલની વ્યવસ્થાને ધર્મ વિરોધી જણાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જેલર સામે કાર્યવાહીની માગણી કરી છે.
જીરાપુરના મુસ્લિમ સમાજના કેટલાક લોકોને આઈપીસી સેક્શન 151 અંતર્ગત જેલ મોકલવામાં આવ્યા હતાં. કાર્યવાહી બાદ જ્યારે તેઓ રાજગઢ જેલ પહોંચ્યા ત્યારે જેલરે એક મુસ્લિમ યુવક સાથે ગેરવર્તન કરીને તેની કાઢી કપાવી નાંખી હોવાથી મુસ્લિમ સમાજના લોકો રોષે ભરાયા છે.


આ વિવાદ અંગે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મધ્ય પ્રદેશની શિવરાજ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, દાઢી રાખવાથી કોઈ પાકિસ્તાની બની જાય છે કે? શું સીએમ શિવરાજ સિંહ ચૌહાણ જેલર સામે કાર્યવાહી કરશે કે તેની આ હરકત પર તેને ઈનામ આપશે?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.