મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રધાન રાજા પટેરીયાનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. કાર્યકર્તા સાથે વાત કરતા નેતાજીની જીભ લપસી હતી તેમણે ‘PMની હત્યા’ની વાત કરી હતી. જેને લઈને ભાજપના નેતાઓ રોષે ભરાયા છે. વિવાદ વધતાં રાજા પટેરીયાએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે હત્યાની વાત નથી કરી, પરંતુ આગામી ચૂંટણીમાં મોદીને હરાવવાની વાત કરી છે. ફ્લોમાં ખોટા શબ્દો નીકળી ગયા હતા. MPના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ પોલીસને તેમની સામે એફઆઈઆર નોંધવાની સૂચના આપી છે.
રાજા પટેરીયા રવિવારે પન્ના વિસ્તારમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે ‘મોદી ચૂંટણીની પ્રથા ખતમ કરી દેશે. મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પડાવશે. દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓનું જીવન ભારે જોખમમાં છે. બંધારણ બચાવવું હોય તો મોદીની હત્યા કરવા તત્પર રહો, હત્યા ઇન ધ સેન્સ મોદીને હરાવવા કામ કરો.’
पूर्व मंत्री राजा पटेरिया द्वारा प्रधानमंत्री श्री @narendramodi की हत्या के लिए जनता और कांग्रेस कार्यकर्ताओं को उकसाना अत्यंत गंभीर और निंदनीय है।
क्या हाल ही में मध्य प्रदेश से निकली राहुल गांधी की ‘भारत तोड़ो यात्रा’ में इस साजिश की तैयारी हुई? इसकी जांच होनी चाहिये। pic.twitter.com/oUn2dJIR9s
— VD Sharma (@vdsharmabjp) December 12, 2022
“>
આ મામલે મધ્યપ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું કે આદરણીય પટેરિયાજીનું નિવેદન સાંભળ્યું. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. આ ઇટાલીની કોંગ્રેસ છે. ઇટાલીની માનસિકતા મુસોલિનીની વળી જ રહેને. પટેરિયાજી દ્વારા માનનીય વડા પ્રધાન અંગે કરવામાં આવેલા આ વાંધાજનક નિવેદન બદલ તેમની સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવા માટે હું એસપીને સૂચના આપી રહ્યો છું.