Homeટોપ ન્યૂઝBCCIનો મોટો નિર્ણય: હવે મહિલા અને પુરૂષ ખેલાડીઓને સમાન મેચ ફી મળશે

BCCIનો મોટો નિર્ણય: હવે મહિલા અને પુરૂષ ખેલાડીઓને સમાન મેચ ફી મળશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(BCCI) મહિલા ખેલાડીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઈના સચિવ જય શાહે જણાવ્યું હતું કે હવે મહિલા ખેલાડીઓને પુરૂષ ખેલાડીઓની બરાબર મેચ ફી મળશે. જય શાહે મેચ ફી અંગે ટ્વિટ કર્યું છે. જેમાં તેણે મહિલા ખેલાડીઓની મેચ ફી વિશે વિગતવાર માહિતી આપી છે.
BCCI સેક્રેટરી જય શાહે ટ્વીટ કર્યું કે હું જાતિય સમાનતા તરફ BCCIના પહેલા પગલા અંગે જાહેરાત કરતા ખુશી અનુભવું છું. અમે ભારતીય મહિલા ટીમના કરારબદ્ધ ખેલાડીઓ માટે સમાનતાની નીતિ લાગુ કરી રહ્યા છીએ. આપણે ક્રિકેટમાં જેન્ડર ઇક્વાલિટીના નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ. હવે પુરૂષ અને મહિલા ક્રિકેટરોને સમાન મેચ ફી ચૂકવવામાં આવશે.
નોંધનીય છે કે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના ખેલાડીઓને એક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, એક ODI મેચ માટે છ લાખ રૂપિયા અને એક T20 મેચ માટે ત્રણ લાખ રૂપિયાની મેચ ફી મળે છે. બોર્ડના આ નિર્ણય બાદ હવે કોન્ટ્રાક્ટેડ મહિલા ટીમના ખેલાડીઓને પણ એટલી જ મેચ ફી મળશે, જેની તેમની વાર્ષિક આવક પર મોટી અસર પડશે.
પુરૂષ ક્રિકેટરોની જેમ BCCI પણ મહિલા ક્રિકેટરો સાથે વાર્ષિક કરાર કરે છે, પરંતુ બંનેની મેચ ફી સિવાય કોન્ટ્રાક્ટની રકમમાં જમીન આસમાનનો તફાવત છે. ભારતીય પુરૂષ ક્રિકેટ “A+” શ્રેણી હેઠળ વાર્ષિક સાત કરોડ, “A” શ્રેણી હેઠળ દર વર્ષે પાંચ અને ગ્રેડ “B” હેઠળ ત્રણ અને ગ્રેડ C હેઠળ દર વર્ષે એક કરોડ કમાય છે, પરંતુ પુરુષોની સરખામણીમાં મહિલાઓ માટે કરારની રકમ ખુબ ઓછી છે. પુરૂષ ક્રિકેટરો માટે કુલ ચાર કેટેગરી છે, જ્યારે કોન્ટ્રાક્ટ મહિલા ખેલાડીઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આઆવ્યા છે. A કેટેગરીના ખેલાડીઓને વાર્ષિક પચાસ લાખ ચૂકવવામાં આવે છે, જ્યારે B શ્રેણીના ખેલાડીઓને 30 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે, જ્યારે C કેટેગરીના કોન્ટ્રાક્ટવાળા ખેલાડીઓને દર વર્ષે દસ લાખ ચૂકવવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular