Homeટોપ ન્યૂઝ... તો નવા ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયામાં કપરા ચઢાણ! 2023ના વર્લ્ડકપ માટે...

… તો નવા ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયામાં કપરા ચઢાણ! 2023ના વર્લ્ડકપ માટે 20 ખેલાડીને શોર્ટ લિસ્ટ કરાયા

બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના પર્ફોમર્ન્સ મુદ્દે રવિવારે મુંબઈમાં મહત્ત્વની બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં ટીમના કેપ્ટન, કોચ સહિત અન્ય અધિકારી સામેલ હતા. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની સમીક્ષા બેઠકમાં ફક્ત ખેલાડીને પહોંચેલી ઈજા અને વર્કલોડ મેનેજમેન્ટ મુદ્દે વાત કરી નહોતી, પરંતુ હવેથી યુવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. દરમિયાન 2023ના વર્લ્ડકપ માટે બીસીસીઈઆઈએ 20 ખેલાડીને શોર્ટલિસ્ટ કર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
યુવા ખેલાડીઓને નેશનલ ટીમમાં સ્થાન મેળવવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ શ્રેણીમાં વધારે રમવું પડશે. રણજી ટ્રોફી, સૈયદ મુસ્તાક અલી જેવી મેચમાં રમવું પડશે. ઊભરતા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં સિલકેશન માટે પર્યાપ્ત ડોમેસ્ટિક મેચ રમવાની રહેશે, પરંતુ તેના માટે કેટલી મેચ રમવાની રહેશે એના અંગે સ્પષ્ટતા કરી નહોતી. 2022માં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ જીતવાની તક ગુમાવ્યા બાદ અન્ય મુશ્કેલીઓ ઊભી થઈ છે. આ મુદ્દે રવિવારે બીસીસીઆઈની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીમના સુકાની, આગામી રમાનારી મેચની વ્યૂહરચના અને અન્ય બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 2023માં ટીમમાં વર્કલોડ, ફિટનેસ પેરામીટર અને વનડે વર્લ્ડકપનો પણ રોડમેપ તૈયાર આવ્યો છે. મુંબઈની બેઠકમાં બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિન્ની, સચિવ જય શાહ, રોહિત શર્મા, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, ચેતન શર્મા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular