ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ રાજ્ય એકમોને જાણ કરી છે કે બોર્ડ આવતા વર્ષની શરૂઆતમાં મહિલા IPL (WIPL) શરૂ કરવાની યોજના ધરાવે છે.
રાજ્ય એકમોને મોકલેલા ઈમેલમાં ગાંગુલીએ લખ્યું છે, “બીસીસીઆઈ હાલમાં બહુપ્રતીક્ષિત મહિલા IPLમાં કામ કરી રહી છે. અમે આવતા વર્ષની શરૂઆતમાં પ્રથમ સિઝન શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ. બોર્ડે પહેલાથી જ આવતા વર્ષના WIPL માટે ફેબ્રુઆરી-માર્ચ વિન્ડો નિર્ધારિત કરી દીધી છે. મહિલા ક્રિકેટ અંગે વાત કરતા ગાંગુલીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં મહિલા ક્રિકેટમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે અને અમારી રાષ્ટ્રીય ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. આ નવી ટૂર્નામેન્ટ અમારી છોકરીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો માર્ગ બનાવશે.”
ભારતીય મહિલા ટીમ આ વર્ષે ડિસેમ્બરમાં પાંચ મેચની T20I શ્રેણી માટે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની યજમાની કરશે. ભારતીય મહિલા સિનિયર ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમશે,” એમ ગાંગુલીએ જણાવ્યું છે.
U-19 વર્લ્ડ કપ અને ભવિષ્યની ICC ઇવેન્ટને ધ્યાનમાં રાખીને આ વખતે, બોર્ડ U-15 ગર્લ્સની પ્રથમ ટુર્નામેન્ટનું પણ આયોજન કરશે

Google search engine