મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા નવી સિલેક્શન કમિટીની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટ એડવાઈઝરી કમિટીએ પાંચ સદસ્યની ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે, જેમાં મુખ્ય સિલેક્ટર તરીકે ફરી એક વખત ચેતન શર્માની પસંદગી કરવામાં આવી છે. ટી-20 વર્લ્ડકપના પરાજય બાદ ચેતન શર્માવાળી સિલેક્શન કમિટીને બીસીસીઆઈએ બરખાસ્ત કરી હતી. આ પાંચ સદસ્યવાળી ટીમમાં ચેતન શર્મા સિવાય શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલીલ અંકોલા અને શ્રીધરન શરતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સુલક્ષણા નાઈક, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની સદસ્યતાવાળી સીએસીએ આ પાંચ સભ્યની કમિટીનું સિલેક્શન કર્યું છે. ચેતન શર્માને સતત બીજી વખત ભારતીય ક્રિકેટના મુખ્ય સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. તમારી જાણ માટે બીસીસીઆઈને સિલેક્શન પેનલ માટે આશરે 600 જેટલી અરજી મળી હતી જેમાંથી 11 જણની ઈન્ટરવ્યુ માટે પસંદગી કરવામાં આવી હતી. ચેતન શર્મા નોર્થ ઝોન, શ્રીધરણ સાઉથ ઝોન, સલિલ અંકોલા વેસ્ટ ઝોન, શિવ સુંદર દાસ ઈસ્ટ ઝોન અને સુબ્રતો બેનર્જીને સેન્ટ્રલ ઝોનમાંથી સિલેક્શન પેનલમાં પસંદ કરવામાં આવ્યા છે.
ચેતન શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા એક પણ મોટો ખિતાબ નથી જિતી શકી. તેમના પાછળા કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાને 2021 અને 2022ના ટી-20 વર્લ્ડ કપમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, 2022માં ટીમ ઈન્ડિયા એશિયા કપ પણ હારી ગઈ હતી. આવા સંજોગોમાં ચેતન શર્માની આગેવાની હેઠળની સિલેક્શન કમિટી ખૂબ જ પ્રેશર આવશે, એ વાત તો ચોક્કસ છે.
NEWS 🚨- BCCI announces All-India Senior Men Selection Committee appointments.
Mr Chetan Sharma recommended for the role of Chairman of the senior men’s selection committee.
More details 👇👇https://t.co/K5EUPk454Y
— BCCI (@BCCI) January 7, 2023