Homeદેશ વિદેશBCCI એ જાહેર કરી ટીમ ઇન્ડિયાની કોન્ટ્રાક્ટ લિસ્ટ : જાડેજાને મળ્યું પ્રોમશન,...

BCCI એ જાહેર કરી ટીમ ઇન્ડિયાની કોન્ટ્રાક્ટ લિસ્ટ : જાડેજાને મળ્યું પ્રોમશન, રાહુલને અહીં પણ ઝાટકો.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ભારતીય મેન્સ ક્રિકેટ ટીમની વાર્ષિક કોન્ટ્રાક્ટ લીસ્ટ જાહેર કરવામાં આવી છે. BCCI એ દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 કેટેગરીમાં 26 ખેલાડીયો માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જેમાં સૌથી મહત્વનું નામ સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું છે. ત્રણે ફોર્મેટમાં ભારત માટે ઉત્તમ પ્રદર્શન કરનાર જાડેજાને સૌથી મહત્વની એવી A+ કેટેગરીમાં પ્રમોશન મળ્યું છે. ત્યાં જ અનુભવી ટેસ્ટ બેટ્સમેન અજિંક્ય રહાણેને કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે.
BCCI એ રવિવાર 26મી માર્ચના રોજ 2022-23 સીઝન માટે ખેલાડીયોના કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી નક્કી કરવામાં આવેલ નિયમો મુજબ આ કોન્ટ્રાક્ટ 4 કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં સૌથી મોટી કેટેગરી A+ છે. આ કોન્ટ્રાક્ટ અંકર્ગત ખેલાડીને વાર્ષિક 7 કરોડ રુપિયા આપવામાં આવશે. ત્યાર બાદ A કેટેગરીના ખેલાડીને 5 કરોડ મળશે. B ગ્રેડ માટે 3 કરોડ અને C ગ્રેડ માટે 1 કરોડ રુપિયા આપવામાં આવે છે. આ કેટેગરી અલગ – અલગ ફોર્મેટમાં રમનારા ખેલાડીયો પ્રમાણે પણ વહેંચાય છે.
આવું પહેલી વાર બન્યું છે કે સૌથી મોટી કેટેગરીમાં 3ની જગ્યાએ 4 ખેલાડીયોને સામેલ કરવામાં આવ્યા હોય. પાછલાં લગભગ ત્રણ વર્ષથી A+ કેટેગરીમાં રોહીત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જ હતા. હવે આ કેટેગરીમાં રવીન્દ્ર જાડેજાનો પણ સમાવેશ થયો છે. જેમણે ત્રણે ફોર્મેટમાં ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું છે. અને દરેક ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવનનો પણ તેઓ ભાગ રહ્યાં છે. જાડેજા અગાઉ A કેટેગરીમાં હતાં.
વાત પ્રમોશનની કરીએ તો માત્ર જાડેજા જ નહીં પણ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું પણ પ્રમોશન થયું છે. તેમને B કેટેગરીમાંથી A કેટેગરીમાં પ્રમોશન મળ્યું છે. સાથે સાથે અક્ષર પટેલનું પણ આવું જ પ્રમોશન થયું છે. ઉપરાંત સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલને પણ પ્રમોટ કરી C કેટેગરીમાંથી B કેટેગરીમાં પ્રમોટ કરવામાં આવ્યા છે.
જ્યાં કેટલાંક ખેલાડીયોનું પ્રમોશન થયું છે ત્યાં કેટલાંકનું ડિમોશન પણ થયું છે. જેમાં સૌથી મોટું નામ છે કે.એલ. રાહુલ. ખરાબ પરફોર્મન્સને કારણે રાહુલને વાઇસ કેપ્ટનશીપમાંથી જ નહીં પણ A કેટેગરીમાંથી B કેટેગરીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમને હવે 5ની જગ્યાએ 3 કરોડ મળશે. સાથે સાથે શાર્દુલ ઠાકુર પણ Bથી હટીને C માં પહોંચી ગયા છે.
જ્યારે કેટલાંક ખેલાડીયોને તો આ યાદીમાંથી બહાર કાઢી નાંખવામાં આવ્યા છે. જેમાં સિનિયર બેટ્સમેન અજિંક્ય રહાણે, સિનિયર બોલર ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા અને મયંક અગ્રવાલના નામ છે.
આ સાથે સંજૂ સેમસન, અર્શદીપ સિંહ, ઇશાન કિશન અને કે એસ ભરતની એન્ટ્રી થઇ છે અને એમને C કોન્ટ્રાક્ટ મળ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -