બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) એ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડોક્યુમેન્ટ્રી રજૂ કરી હતી. ડોક્યુમેન્ટ્રી ‘India: The Modi Question‘ જેમાં 2002ના ગુજરાત રમખાણો દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી તરીકે પીએમ મોદીના નેતૃત્વ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ ઘટના 2002ના ગુજરાત રમખાણોની છે, જ્યારે ગોધરામાં હિન્દુ યાત્રાળુઓને લઈ જતી ટ્રેનને સળગાવવાને પગલે રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. 2002 ના ગુજરાત રમખાણોમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના મુસ્લિમ હતા, એવો ડોક્યુમેન્ટરીમાં દાવો કરવામાં આવ્યો છે.
ડોક્યુમેન્ટરી રિલીઝ થઈ ત્યારથી એની આલોચના થઇ રહી છે. તત્કાલીન યુકે સરકારની ‘ગુપ્ત’ તપાસના આધારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી અંગેના વિવાદ વચ્ચે, ભારત સરકારે બીબીસીની આ ડોક્યુમેન્ટ્રીની ટીકા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા(MEA) અરિંદમ બાગચીએ કહ્યું હતું, “અમને લાગે છે કે આ એક પ્રચારનો ભાગ છે, જે પીએમ મોદીને બદનામ કરવા માટે રચાયેલ છે. તેમાં પક્ષપાતી વલણ, ઉદ્દેશ્યનો અભાવ અને સતત વસાહતી માનસિકતા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. સાચું કહું તો, અમે આવા પ્રયાસોને મહત્વ આપવા માંગતા નથી.”
ભારતીય MEAએ વડા પ્રધાન મોદી પર બનેલી BBC Documentaryની નિંદા કરીhttps://t.co/inYYHsZOwb#BREAKING #RishiSunak #ModiDocumentaryRow #BBCDocumentary #MEA #GujaratRiots2002 #ArindamBagchi#Modi #news #NewsUpdate pic.twitter.com/kFCBLu0kpU
— Mumbai Samachar Official (@Msamachar4u) January 20, 2023
ગુરુવારે, પાકિસ્તાની મૂળના બ્રિટિશ સાંસદ, ઇમરાન હુસૈને યુકેની સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. બ્રિટિશ ડોક્યુમેન્ટરીનો હવાલો આપી પાકિસ્તાની મૂળના સાંસદ એમપી હુસેને સવાલ કર્યો હતો કે, “તે (PM મોદી), આ હિંસા (ગોધરા કાંડ) માટે સીધા જવાબદાર હતા. સેંકડોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને યુકે સહિત ભારત અને વિશ્વભરમાં ગોધરા કાંડના પીડિત પરિવારો હજુ પણ ન્યાય વિનાના છે. વંશીય (મુસ્લિમો)ની સફાઇના આ ગંભીર કૃત્યમાં તેમની (મોદીની) સંડોવણી વિશે જાણો છો?”
જોકે, પીએમ મોદીની નિંદા કરવાના બ્રિટિશ સાંસદના આ પ્રયાસોને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે તોડી પાડ્યા હતા. સુનકે કહ્યું કે તેઓ તેમના ભારતીય વડા પ્રધાનના આવા “નિરૂપણ સાથે સહમત નથી.”