અમદાવાદના બાવળાનામાં ઘર કંકાસનો કરુણ અંજામ, આધેડે પત્નીની લાકડીના ઘા મારી હત્યા કરીને ઝેર પી લીધું

આપણું ગુજરાત

Ahmedabad: અમદાવાદના બાવળામાં મિલકત અને પત્નીનાં આડા સંબંધ બાબતે પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે. બાવળાની શ્રીનંદ પાર્ક સોસાયટીમાં રહેતાં આધેડ ઉંમરના પતિએ બીજી પત્નીની ઘરમાં જ લાકડીના ધા મારીને હત્યા હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. બાવળા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંનેની લાશને પી.એમ.માટે મોકલી આપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ બાવળામાં શ્રીનંદ પાર્ક સોસાયટીમાં રહેતાં ગૌરાંગકુમાર જગમોહનદાસ મહંત (ઉ.વ.52) સાણંદ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તેમનાં પત્નીનું એક વર્ષ પહેલા અવસાન થયા બાદ તેમણે 6 મહિના પહેલાં ભાવનગરમાં રહેતાં ભાવનાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. આ બીજા લગ્ન પછી પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા. નવી પત્નીએ દિકરાને કાઢી મુકતાં તેઓ બાવળામાં રહેતાં તેમનાં નાનીનાં ઘરે જતાં રહ્યા હતા. પત્નીને અન્ય પુરૂષ સાથે આડા સંબંધ હોવાથી અને મિલ્કત બાબતે અવાર-નવાર ઝઘડા થતા રહેતા. ગઈ કાલે ગૌરાંગકુમારે તેમણે ઘરનાં બેડરૂમમાં જ તેમની પત્નીને માથાના ભાગમાં લાકડીના ધા મારીને હત્યા કરી નાંખી.
પત્નીન હત્યા કર્યા બાદ તેમણે સુસાઇટ નોટ લખીને તેનાં દિકરાના ઘરના દરવાજા પાસે કવરમાં મુકી આવ્યા અને ઘરે આવીને રસોડામાં જઈને ઝેરી દવા પીને પંખે લટકી જવા પ્રયત્ન કરતાં પંખો નીચે પડયો હતો પરંતુ ઝેરી દવાની અસરથી તેમનું મૃત્યુ થયું હતું. તેમનાં દિકરા ઘરના દરવાજા પાસેથી મળેલા કવર ખોલીને સુસાઇટ નોટ વાંચીને આધાત લાગ્યો હતો અને તરત જ તે સુસાઇટ નોટ લઇને બાવળા પોલીસ સ્ટેશને જઇને ઘટનાની જાણ કરી હતી.
પોલીસે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે પત્ની લાશ બેડરૂમમાં લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી અને પતિની લાશ રસોડામાં પડી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.