Homeસ્પેશિયલ ફિચર્સભૂલથી પણ આ દિવસે તુલસીને પાણી પાશો તો....

ભૂલથી પણ આ દિવસે તુલસીને પાણી પાશો તો….

હિંદુ ધર્મમાં તુલસીને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે અને એ માટે એવું કહેવાય છે કે તુલસીમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ છે. લોકો ઘરમાં તુલસીના છોડની પૂજા કરે છે, જલ અર્પિત કરે છે. આવું કરવા પાછળની મહત્ત્વની માન્યતા એવી છે કે આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. જોકે, જ્યોતિષ શાસ્ત્રમાં પણ તુલસીના છોડની પૂજા કરવા અને જળ અર્પણ કરવા બાબતે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીની પૂજા અને જળ ચઢાવવાના નિયમોનું પાલન ના કરવામાં આવે તો મા લક્ષ્મી નારાજ થઈ જાય છે. શાસ્ત્રમાં એવા બે દિવસ જણાવવામાં આવ્યા છે કે એ દિવસે તુલસીને જળ ના અર્પણ કરવું જોઈએ. આવો જોઈએ કયા છે આ દિવસો-
એકાદશી
એકાદશીના દિવસે ન તો તુલસીના પાંદડા તોડવા જોઈએ કે ન તો તેને જળ અર્પણ કરવું જોઈએ. આ પાછળનું કારણ એવું છે કે એકાદશીના દિવસે મા તુલસી ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે. જો એ દિવસે તુલસીમાં પાણી નાખવામાં આવે તો મા તુલસી નારાજ થઈ જાય છે.
રવિવાર
શાસ્ત્રો અનુસાર એકાદશી સિવાય રવિવારે પણ તુલસીને પાણી ના પાવું જોઈએ. આ દિવસે પણ મા તુલસી ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે. આ દિવસે તુલસીને પાણી આપવાથી એ વ્રત તૂટી જાય છે. આવામાં ભૂલીને પણ રવિવારા દિવસે તુલસીને પાણી ના પાવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular