Homeમેટિનીસેપરેટ થયાના બે વર્ષ બાદ બરખા સેનગુપ્તા ફરી પ્રેમમાં પડી?

સેપરેટ થયાના બે વર્ષ બાદ બરખા સેનગુપ્તા ફરી પ્રેમમાં પડી?

ઈન્દ્રનીલ સેનગુપ્તાથી છૂટા પડ્યા બાદ બરખા સેનગુપ્તા ફરી પ્રેમમાં પડી છે. તાજતરના કેટલાક અહેવાલોપ્રમાણે તે ‘સાથ નિભાના સાથિયા’ ફેમ આશિષ શર્મા સાથે રિલેશનશિપમાં છે. બન્ને ઘણાં વર્ષોથી મિત્રો છે અને આ મિત્રતા હવે આગળ વધી છે. એક્ટ્રેસ તેની બર્થ ડે પાર્ટીમાં પણ સામેલ થઈ હતી.
બરખા સેનગુપ્તાએ હજુ આશિષ શર્મા સાથેના તેના સંબંધો જાહેર કર્યા નથી. તેના પસર્નલ સંબંધો વિશે લોકો વધારે ચર્ચા કરે તેમ તે ઈચ્છતી નથી. ૨૦૦૮માં ઈન્દ્રનીલ અને બરખાના લગ્ન થયાં હતાં અને ૨૦૨૧માં તેઓ અલગ થયા હતા. એક્ટિંગ ઈન્ડસ્ટ્રીના કપલમાં લગ્નના થોડા વર્ષ પછી અલગ થવું તે કોઈ નવી વાત નથી. એકવાર લગ્નજીવનનો કડવો અનુભવ થયા બાદ કેટલાક સેલેબ્સ પ્રેમ અને લગ્નને બીજી તક આપતાં ડરે છે તો કેટલાક જીવનમાં આગળ વધી જાય છે. આશરે બે વર્ષ પહેલા ઈન્દ્રનીલ સેનગુપ્તાથી અલગ થયેલી બરખા સેનગુપ્તા ફરી પ્રેમમાં પડી હોય તેમ લાગી રહ્યું છે. એક એન્ટરટેન્મેન્ટ વેબપોર્ટલના રિપોર્ટ પ્રમાણે ૪૩ વર્ષની આ એક્ટ્રેસ એક્ટર-પ્રોડ્યૂસર આશિષ શર્માને ડેટ કરી રહી છે. હાલમાં આશિષની બર્થ ડે પાર્ટીમાં બરખા ત્યાં કેટલાક મિત્રો સાથે હાજર રહી હતી. કથિત કપલે સાથે ડાન્સ પણ કર્યો હતો.
બરખા બિષ્ટ અને આશિષ શર્મા ગત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બરખા તેના અંગત જીવન વિશે વાતો થાય તે તેને જરાય પસંદ નથી. તે કોઈ પણ પ્રકારની પબ્લિસિટીથી બચીને રહેવા માગે છે, ખાસ કરીને તેના રિલેશનશિપ માટે. જો કે, બન્ને ક્યારેય પણ જાહેરમાં સાથે જવામાં શરમાતા નથી. તેઓ પહેલા મિત્રો છે અને પ્રેમમાં બાદમાં પડ્યા. ઈન્દ્રનીલથી અલગ થયા બાદ પણ બરખા તેની અટક પાછળ સેનગુપ્તા જ લગાવી રહી છે. આટલું જ નહીં સોશિયલ મીડિયા પરથી પણ તેને સેનગુપ્તા હટાવ્યું નથી. આ વિશે તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘પ્રામાણિકતાથી કહું તો, મારા પતિની અટક એટલે લગાવી રહી છું કારણ કે પેપર પર અમે હજી પણ પરિણીત છીએ. જ્યાં સુધી અમે મેરિડ છીએ ત્યાં સુધી સેનગુપ્તા લગાવીશ. જ્યારે અમે ઓફિશિયલી અલગ થઈશું ત્યારે ચેન્જ કરીશ’. ૨૦૨૧ના મધ્યમાં જ ઈન્દ્રનીલ અને બરખાના સેપરેશનના સમાચાર સામે આવ્યા હતા, આ પાછળ બંગાળી એક્ટ્રેસ ઈશા સાહા સાથેની એક્ટરની નિકટતાને પણ જવાબદાર માનવામાં આવતી હતી. બન્નેએ એકબીજાને સોશિયલ મીડિયા પર પણ અનફોલો કરી દીધા હતા. ઈન્દ્રનીલ તેના માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો હતો, જ્યારે બરખા દીકરી સાથે રહેતી હતી. શરૂઆતમાં બન્નેએ આ વાત નકારી હતી, પણ પછી કબૂલાત કરી હતી. ઈન્દ્રનીલ અને બરખાની પહેલી મુલાકાત તેમની સીરિયલ ‘પ્યાર કે દો નામ: એક રાધા ઔર એક શ્યામ’ના સેટ પર થઈ હતી. પહેલા મિત્રો બન્યા. પછી ત્યારબાદ ૨૦૦૮માં લગ્નના બંધનમાં બંધાયા હતા. બન્ને એકબીજાથી એકદમ અલગ સ્વભાવ ધરાવતા હોવાનું તે સમયે એક્ટ્રેસે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular