બારામતીમાં બનેલી હત્યાની ઘટનાનો મુદ્દો વિરોધ પક્ષે અધિવેશનમાં ગજવ્યો

આમચી મુંબઈ

કાર્યવાહી કરો… બારામતીમાં બનેલી ગમખ્વાર ઘટનાનો મુદ્દો સોમવારે વિરોધ પક્ષના નેતા અજિત પવારે અધિવેશનમાં ઉઠાવ્યા હતો અને અધિવેશન પૂરું થયા બાદ વિરોધપ્રદર્શન કર્યું હતું. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બારામતીમાં છોકરીની છેડતી કરનારા સગીર છોકરાએ તેના પિતાની હત્યા કરી હોવાનો આંચકાદાયક બનાવ બન્યો. આના પર હવે વિરોધી પક્ષના નેતા અજિત પવારે સીધો વિધાનસભા અધિવેશનમાં આ મુદ્દો રજૂ કર્યો હતો. આરોપીએ જખમ મારું ઊંડું, હવે પછીનો નંબર તારો, એવો સ્ટેટસ મૂકીને હત્યા કરી હતી. આવા ગુનાના વિરોધમાં કડક કાર્યવાહી માટે ઉપાયયોજના કરવાની માગણી અજિત પવારે અધિવેશનમાં કરી હતી.
અજિત પવારે કહ્યું હતું કે ૧૭મી ઓગસ્ટે વિધાનસભાનું અધિવેશન શરૂ થયું અને ૧૮મી ઓગસ્ટે બારામતીમાં શશિકાંત નાનાસાહેબ કારંડે તેની દીકરીને શાળામાંથી લેવા ગયા ત્યારે બેથી ત્રણ સગીર છોકરાએ તેમના ગરદન અને માથા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. કારંડે તેમની દીકરીની સામે લોહીના ખાબોચિયામાં પડ્યા હતા. આ અતિશય ભયાનક દૃશ્ય હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદએ આ મામલાને ગંભીરતાથી લેવો જોઇએ.
આ જ છોકરીની એ સગીર છોકરાએ આવી જ રીતે ત્રાસ આપ્યો હતો. ત્યારે એ ૧૭ વર્ષનો હતો એટલે પોલીસે તેને માત્ર બોલાવ્યો હતો અને વિવાદ બાબતે કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. કોર્ટે તેને છોડી મૂક્યો હતો. છોડી દીધા બાદ છોકરીના પિતાએ છોકરાઓને સમજાવ્યા હતા કે આવું ન કરો. પણ ફરી વાર એ છોકરાઓએ છેડતી કરી હતી અને છોકરીના પિતાની હત્યા કરી હતી.
અજિત પવારે એમ પણ કહ્યું હતું કે સગીર છોકરાએ હત્યા કરતાં પહેલાં પોતાના સ્ટેટસમાં એવો મેસેજ લખ્યો હતો કે જખમ મારું ઊંડું છે અને હવે પછીનો નંબર તારો છે.
વોટ્સએપ સ્ટેટસ મૂકવું, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે સોશિયલ મીડિયાનો વપરાશ વધ્યો હોવાને કારણે સમાજના સગીર વયનાં બાળકો પર પરિણામ થઇ રહ્યું છે. આવા છોકરાઓ જ્યારે ગુનો કરે અને બાદમાં તેઓને બાળગૃહમાં રાખવા કે પછી તેને છોડી મૂકવામાં આવી રહ્યા છે તેને બદલે તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ, એવી માગણી પણ અજિત પવારે કરી હતી. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.