અમિત શાહ ગણેશોત્સવ દરમિયાન મુંબઈની મુલાકાત લેશે

આમચી મુંબઈ

બાપ્પાના દર્શન લેવાની સાથે પાલિકાની ચૂંટણીની વ્યૂહરચના તૈયાર કરશે

ઉત્સાહ: આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી કરવા માટે લોકોમાં આગવો જુસ્સો જોવા મળે છે. રવિવારે થાણેના માર્કેટમાં ખરીદી માટે લોકોની એટલી બધી ભીડ જોવા મળી હતી કે ભીડ પરથી તહેવારની રોનકની ઝાંખી થઈ હતી. રવિવારે પનવેલથી સીએસએમટી લોકલ ટ્રેનના લગેજ કોચમાં અનેક ઢોલ લઈ જતા કારીગરોને આંખોમાં એક જ આશા જોવા મળતી હતી કે કાશ આજે બધા ઢોલ વેચાઈ જાય. (અમય ખરાડે)
—-
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે. ગણેશોત્સવ નિમિત્તે રાજ્કીય પક્ષોને પોતાનો ભરપૂર પ્રચાર કરવાની અને ભક્તોના મત પોતાની તરફ કરવાનો મોકો મળ્યો છે. ત્યારે આગામી દિવસમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મુંબઈના જ નહીં પણ દેશ વિદેશમાં પણ જાણીતા રહેલા લાલબાગચા રાજાના દર્શને આવવાના છે. એક ચર્ચા મુજબ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેની વ્યૂહરચના તૈયાર કરવા માટે તેમની આ મુલાકાતને બહુ મહત્ત્વની ગણવામાં આવી રહી છે.
ગણેશોત્સવ દરમિયાન આગામી દિવસમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મુંબઈ આવવાના છે. એક અહેવાલ મુજબ છેલ્લાં અનેક વર્ષોથી અમિત શાહ ગણેશોેત્સવ દરમિયાન મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શને આવતા રહ્યા છે. જોકે છેલ્લાં બે વર્ષમાં કોરોનાને કારણે ગણેશોત્સવ દરમિયાન અમિત શાહેે મુંબઈ આવવાનું ટાળ્યું હોવાનું કહેવાય છે
આ વખતે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાને લગતા તમામ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે અને તહેવાર ધૂમધામથી ઊજવવામાં આવવાના છે ત્યારે અમિત શાહ પણ લાલબાગ ચા રાજાના દર્શને આવવાના છે. તેમની સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ભાજપના નેતાઓ પણ હાજર રહેશે એવું માનવામાં આવે છે.
શિવસેનામાં થયેલા બળવા બાદ આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહની મુંબઈની મુલાકાતને મહત્ત્વની માનવામાં આવે છે.
—-
ગણપતિ બાપ્પાના આગમન સાથે વરસાદ પૂરાવશે હાજરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણપતિબાપ્પાના આગમનને માંડ બે દિવસ બચ્યા છે ત્યારે છેલ્લા થોડા દિવસથી બ્રેક લેનારો વરસાદ ફરી એક વખત પોતાની હાજરી પૂરાવે એવી શકયતા છે. બુધવારે કોંકણ, મુંબઈ, થાણેે સહિત રાજ્યમાં પાલઘર અને રાયગઢ જિલ્લામાં હળવો વરસાદ પડવાની શક્યતા હોવાનું હવામાન ખાતાએ કહ્યું હતું. અઠવાડિયાની શરૂઆતમાં જોકે કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદની ગેરહાજરી રહેશે. પરંતુ મંગળવારથી રાજ્યમાં હળવો વરસાદ હાજરી પૂરાવે એવી શક્યતા છે. મંગળવારે કોંકણમાં રત્નાગિરી અને સિંધુદુર્ગ તો અહમદનગર, પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી જિલ્લામાં વીજળીના ગડગડાટ સાથે વરસાદની શક્યતા છે. વિદર્ભમાં પણ બુધવારે હળવો વરસાદ પડે એવી શક્યતા છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.