ઓગસ્ટ મહિનામાં 18 દિવસ બેંક બંધ રહેશે, જાણો સંપૂર્ણ યાદી

ટૉપ ન્યૂઝ

આજથી ઓગસ્ટ મહિનો શરૂ થઇ ગયો છે. આ મહીને તમારે બેંકને સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો આ તમારા માટે મહત્વના સમાચાર છે. કારણ કે ઓગસ્ટમાં બેંકો અડધાથી વધુ દિવસ માટે બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) એ ક્યા-ક્યા દિવસોએ માટે બેંક બંધ રહેશે તેની યાદીમાં જાહેર કરી છે. આ મહિને તહેવારોની રજાઓ ઉપરાંત, બીજા અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓ સાથે 18 દિવસ બેંકોમાં રજા રહેશે. નોંધનીય છે કે રાજ્યો અને શહેરોમાં ઉજવાતા તહેવારોને આધારે જેતે રાજ્ય-શહેરમાં રજાના દિવસો નક્કી કરવામાં આવે છે.
ઓગસ્ટ મહિનામાં એક પછી એક ઘણા તહેવારો આવે છે. જેમાં રક્ષા બંધન, મોહરમ, ગણેશ ચતુર્થી અને સ્વતંત્રતા દિવસ અને કૃષ્ણ જન્માષ્ટમી ઉપરાંત પ્રાદેશિક તહેવારોનો સમવેશ થાય છે.

RBIએ જાહેર કરેલી રજાના દિવસોની યાદી:

1 ઓગસ્ટ: દ્રુપકા શે-જી (સિક્કિમમાં બેંક બંધ)
7 ઓગસ્ટ: પ્રથમ રવિવાર (સાપ્તાહિક રજા)
8 ઓગસ્ટ : મોહરમ (J&K માં બેંકો બંધ)
9 ઓગસ્ટ: મોહરમ (અગરતલા, અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ચેન્નાઈ, હૈદરાબાદ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર અને રાંચીમાં બેંકો બંધ)
11 ઓગસ્ટ: રક્ષા બંધન (દેશભારમાં રજા)
12 ઓગસ્ટ: રક્ષા બંધન (કાનપુર-લખનૌ બેંક બંધ)
13 ઓગસ્ટ : બીજો શનિવાર (સાપ્તાહિક રજા)
14 ઓગસ્ટ: રવિવાર (સાપ્તાહિક રજા)
15 ઓગસ્ટ: સ્વતંત્રતા દિવસ
15 ઓગસ્ટ: પારસી નવું વર્ષ (મુંબઈ-નાગપુરમાં બેંક બંધ)
18 ઓગસ્ટ: જન્માષ્ટમી (દેશભારમાં રજા)
19 ઓગસ્ટ: જન્માષ્ટમી શ્રાવણ વદ-8/કૃષ્ણ જયંતિ (અમદાવાદ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, ગંગટોક, જયપુર, જમ્મુ, ગત્ના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગરમાં બેંકો બંધ)
20 ઓગસ્ટ: કૃષ્ણ અષ્ટમી (હૈદરાબાદમાં રજા)
21 ઓગસ્ટ: રવિવાર (સાપ્તાહિક રજા)
27 ઓગસ્ટ: ચોથો શનિવાર (સાપ્તાહિક રજા)
28 ઓગસ્ટ: રવિવાર (સાપ્તાહિક રજા)
29 ઓગસ્ટ: શ્રીમંત સંકરદેવ તારીખ (ગુવાહાટીમાં રજા)
31 ઓગસ્ટ: ગણેશ ચતુર્થી (ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં બેંકો બંધ)

1 thought on “ઓગસ્ટ મહિનામાં 18 દિવસ બેંક બંધ રહેશે, જાણો સંપૂર્ણ યાદી

  1. ૧૮ દિવસ બંકો બંધ રહેશે એવા સમાચાર આપી બેન્કો ને બદનામ ના કરો. આ બધીજ રજા એકજ રાજ્યમાં નથી.માટે કોઈ એક રાજ્યમાં બેન્કો અઢારે દિવસ બંધ નહીં રહે. ઉપરાંત આ દિવસોમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર જેવી અનેક ઓફિસો બંધ રહેશે. તેનું શું? માટે મારા મતે આ સમાચાર લોકો ને ભરમાવનારા છે.

અનિલ દવે ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.