બેંક યુનિયનોએ જાહેર કરેલી 30 અને 31 જાન્યુઆરીની બેંક હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. આ હડતાળ પહેલા યોજાયેલી બેંક યુનિયનોની સમાધાન બેઠકમાં આ હળતાળ સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU) એ મુંબઈમાં આયોજિત સમાધાનની બેઠકમાં સંમતિને પગલે 30-31 જાન્યુઆરીએ યોજાનારી બે દિવસની દેશવ્યાપી બેંક હડતાળને મુલતવી રાખી છે.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિયેશન (AIBEA) ના જનરલ સેક્રેટરી સી.એચ.વેંકટચલમના જણાવ્યા પ્રમાણે બેંક યુનિયનો 31 જાન્યુઆરીએ તેમની માંગણીઓ પર ચર્ચા કરશે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) 31 જાન્યુઆરીએ યુનિયનો સાથે બેઠક યોજવા માટે સંમત થયું છે.
નોંધનીય છે કે ઘણા બેંક યુનિયનોના સમૂહ યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ(UFBU)એ અગાઉ તેમની વિવિધ માંગણીઓ માટે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. તેમના મતે, આ માંગણીઓ લાંબા સમયથી મંત્રાલય સમક્ષ મૂકવામાં આવી રહી છે પરંતુ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
બેંક યુનિયનો ઘણી માંગો છે જેમકે 5-દિવસીય બેંકિંગ વર્કિંગ કલ્ચર, પેન્શનનું અપગ્રેડેશન, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) નાબૂદ કરવા, વેતન સુધારણા માટેની માંગણીઓના ચાર્ટર પર વાટાઘાટો તાત્કાલિક શરૂ કરવા અને તમામ કેડરમાં પર્યાપ્ત ભરતી સહિતની અનેક માંગણીઓ છે.
બેંક હડતાળ: બેંક યુનિયનોએ 30-31 જાન્યુઆરીની હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો
RELATED ARTICLES