શિવમોગ્ગાઃ ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ યેદિયુરપ્પાના શિવમોગ્ગા સ્થિત શિકારીપુર નિવાસસ્થાન પર બંજારા સમુદાયના લોકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અનામત મુદ્દે વિરોધ કરી રહેલા બંજારા સમુદાયના લોકોએ તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો, જ્યારે તેમના નિવાસસ્થાન નજીક એકત્ર થયેલી ભીડને વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ કરવાની સાતે સાથે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બંજારા સમુદાય અનુસૂચિત જનજાતિ સમુદાયમાં ઈન્ટરનલ રિઝર્વેશનની માગણી કરી રહ્યા હતા.
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ સમુદાયને આપવામાં આવેલ અનામતમાં ઈન્ટરનલ રિઝર્વેશનને લઈને બંજારા સમુદાયે વિરોધ નોંધાવ્યો છે. શુક્રવારે જ કર્ણાટકની ભાજપ સરકારે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ સમુદાય માટે ઈન્ટરનલ રિઝર્વેશન આપવાની જાહેરાત કરી હતી. એના અનુસાર અનુસૂચિત જાતિ સમુદાયને 17 ટકા રિઝર્વેશન આપવામાં આવ્યું હતું, જે ઈન્ટરનલ રીતે વહેંચવામાં આવ્યું છે, તેથી તેના અંગે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે આ નિર્ણય સદાશિવ પંચની ભલામણને આધારે લીધો છે. બંજારા સમુદાયના પ્રમુખનું કહેવું છે કે સદાશિવ પંચની ભલામણથી તેમના સમુદાયને નુકસાન થશે અને રાજ્ય સરકારે આ નિર્ણયને લાગુ કરવાની જે ભલામણ કેન્દ્ર સરકારને મોકલી છે તે તાત્કાલિક પાછો લેવો જોઈએ. આ નિર્ણય 2005માં કોંગ્રેસ-જનતા દળ (સેક્યુલર)ની તરફથી બનાવવામાં આવેલા સદાશિવ પંચના એક રિપોર્ટના આધારે લેવામાં આવ્યો છે.
અહીં એ જણાવવાનું કે રવિવારે જ કર્ણાટકની ગૃહ પ્રધાન અમિત શાહે મુલાકાત લીધી હતી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 2023માં યોજાશે, પરંતુ અત્યાર સુધી તેની તારીખ જાહેર કરવામાં આવી નથી, તેથી અત્યારથી રાજકારણ ગરમાઈ રહ્યું છે.
Towards Yedurappa’s house in Karnataka pic.twitter.com/IvdUOLcnSv
— Nayeema Mehjoor (@nayeema1) March 27, 2023