ઓસ્ટ્રેલિયાના વિદેશ ખાતા દ્વારા એજ્યુકેશન એજન્ટ્સને પંજાબ, હરિયાણા, ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર વિદ્યાર્થીઓની અરજી નહીં સ્વીકારવાની ભલામણ કરવામાં આવી છે, કારણ કે દર ચારમાંથી એક વિદ્યાર્થી છેતરપિંડી કે અપાત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બેન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસની ઓસ્ટ્રેલિયાની મુલાકાત પહેલાં મૂકવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સિડનીમાં મૂળ ભારતીયો દ્વારા એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફેડરેશન યુનિવર્સિટી દ્વારા 19મી મેના બહાર પાડવામાં આવેલા પત્રમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તેમણે વિદેશ ખાતા દ્વારા ભારતના અમુક ભાગમાંથી કરવામાં આવેલી વિઝાને રદ કરવાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. અને આશા રાખીએ છીએ કે આ સમસ્યા ટૂંકાગાળા માટેની જ હોય, એવું પણ પત્રમાં વધુમાં ઉમેરવામાં આવ્યું હતું.
પંજાબ, હરિયાણા અને ગુજરાતના વિદ્યાર્થીઓની અરજીને નહીં સ્વીકારવાની ભલામણ પણ વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી દ્વારા એજન્ટ્સને પત્રમાં કરવામાં આવી છે. આ સમસ્યાને ધ્યાનમાં લેતાની સાથે જ યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક ભારતના આ રાજ્યમાંથી વિદ્યાર્થીઓના એડમિશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.