બાળક સાહેબની બળૂકી પ્રેમભક્તિ ઉપાસના

ધર્મતેજ

ભજનનો પ્રસાદ -બળવંત જાની

ભીમસાહેબની શિષ્ય પરંપરામાં પ્રેમસાહેબ અને અરજણની વાણીનો સ્વાધ્યાય ર્ક્યો પણ એ કારણે ભીમસાહેબના ગુરુબંધુ નથુરામના શિષ્ય બાળક સાહેબનો અભ્યાસ બાકી રહી ગયેલો. બાળક સાહેબ મૂળ તો મારવાડના વતની. પિતાશ્રીનું નામ મૂળદાસ પઢિયાર જાણવા મળે છે. તેમનું જન્મવર્ષ્ા ઈ.સ.૧૮૦ર અને સમાધિવર્ષ્ા ઈ.સ.૧૯૦૬ માન્ય છે.
બળદેવ તેમનું મૂળ નામ હતું. પ્રારંભમાં તેઓ મારવાડથી પિતા સાથે દુષ્કાળને કારણે કાઠિયાવાડમાં – ગોહિલવાડના બોટાદની નજીકના અળાઉ ગામે સ્થીર થયેલા. બાલ્યાવસ્થાથી જ એમને સાધુ-સંતોનો સહવાસ, સેવાકાર્ય અને સતસંગનો રંગ લાગેલો. નાથ સંપ્રદાયના એક સાધુની સાથે યોગસાધના અને ઉપાસના માટે ગિરનારના વેલાવડને ખૂણે આવેલા એક આશ્રમે રહેતા હતા.
બાળકદાસ નામથી ઓળખાતા. દુષ્કાળ પડતા જૂનાગઢના નવાબ રસુલખાને એ જગ્યાએ કુવો ગાળવાનો હોઈને મૃગીકુંડ પાસે સાધના માટે એક હજાર ગજ જમીન આપી. અઘોરી નાથ સાધુ સાથે એ સ્થાનેથી એમની સાધના-ઉપાસના ચાલુ રહી. એક વખત વિચરણ કરતાં-કરતાં અઘોરી સાધુ સાથે ધોરાજી પધાર્યા. વેજા ભગતને ત્યાં ઉતારો રાખેલો.
તાજીયા નીકળેલા. એમાં મુસ્લીમ યુવાન મૃત્યુ પામ્યો. એને કબરમાં દફનાવ્યો. અઘોરી નાથસાધુને મુસ્લીમ યુવકનું શરીર ગમી ગયેલું. રાત્રે બાળકદાસ સાથે કબ્રસ્તાનમાં જઈને એનો દેહ બહાર કાઢીને વયોવૃદ્ઘ અઘોરી નાથસાધુ કાયાકલ્પ કરીને નીકળી પડે છે. જતાં-જતાં ભવનાથના મેળામાં શિવરાત્રીએ મળવાનું વચન આપતા જાય છે.
બાળકદાસ એમણે આપેલ સમયે ભવનાથના મેળામાં મળ્યા. અનેક સંતોનો સત્સંગ થાય છે. વિચરણ કરે છે. સમાજ એમની ટિકા કરે છે. અનુયાયી સ્ત્રી ભક્તો સંદર્ભે સમાજ ગેરસમજ કરે છે. એટલે હીરબાઈ નામની મહિલા સાથે લગ્નથી જોડાય છે. એક પુત્રની પ્રાપ્તિ થાય છે એનું નામ અરજણ રાખે છે. વૈરાગી બનીને ગૃહત્યાગ કરીને ગુરુખોજ માટે વિચરણ કરે એમાં નથુરામનો સત્સંગ થાય.
એમનાથી દિક્ષ્ાિત થાય છે અને બાળક સાહેબ નામ પ્રાપ્ત થાય છે. રવિ-ભાણ પરંપરામાં એમનું ભારે મોટું યોગદાન ગણાય છે. બાળકદાસના બે ભારે તેજસ્વી શિષ્યો એક પીઠો ભગત અને બીજા માણંદ ભગત બાળક સાહેબની ખૂબજ પ્રખ્યાત એક ભજનરચના આસ્વાદીએ.
જીણી માળાનાં ઝીણાં મોતી, પ્રેમની દોરીએ હાર પરોતી જી રે,
સંતો ભાઈ જીણી માળાનાં ઝીણાં છે મોતી રે (ટેક)…૧
એ રે મોતીનો ગુરુજીએ બંગલો બનાવ્યો જી રે,
સુરતાથી હાલુ ગગનમાં જોતી, સંતોભાઈ, જીણી માળાના …ર
એ રે બંગલા પર ધજા ફરું કે જી રે,
ધજાનું નામ છે ચોટી, સંતો ભાઈ, જીણી માળાના …૩
એ રે મોતી ભાઈ કોક નરને મળશે જી રે,
થાશે ગોવિંદ કેરી ગોપી, સંતો ભાઈ, જીણી માળાના …૪
નથુરામ ચરણે બોલ્યા બાળક સાહેબ જી રે,
દશમા દુવારે જઈ સુરતા પોંચી, સંતો ભાઈ, જીણી માળાના …પ
જીણી માળાના ઝીણાં મોતી એટલે સાવસૂક્ષ્મ અને નાનકુકડું એવું નામ સ્મરણરૂપ. નામજાપ શ્રવણરૂપ ઘટક – પ્રેમલક્ષ્ાણા ભક્તિ માર્ગની આ ઉપાસનામાં જ લીન માળાને પરોવતી. ફેરવતી વ્યકિમત્તાનો અહીં મહિમા ગાયો છે. આ પ્રેમલક્ષ્ાણા ભક્તિના પ્રતિકરૂપ નામજાપ – અજપાજાપનો મહિમા સાંગે – શિષ્ય – અનુયાયી સમક્ષ્ા તેઓ ગાય છે.
આ મોતી રૂપી નામજાપથી જ ગુરુજીએ આ શરીરને એવી કક્ષ્ાાએ સ્થાપ્યું કે સુરતાની સાધના એમને માટે હસ્તામલકળત બની અને ગગનમાં અવલોક્વાની બ્રહ્મરંધમાં જયાં અવકાશ અને અખંડ ઝરો – પ્રકાશ છે, ત્યાં દૃષ્ટિ પહોંચી.
અહીં ષ્ાટચક્રભેદનની સાધનાની સફળતા પાછળનાં પરિબળ રૂપે તો પ્રેમલક્ષ્ાણા ભક્તિ પદાર્થ રૂપની નામજાપની સાધના તરફ અંગુલિનિર્દેશ છે. શરીર ઉપર ધજા – ચોટી સ્થાને પોતાની દૃષ્ટિ ગઈ અને એ કક્ષ્ાાએ છઠ્ઠા ચક્રના મુકામનો નિર્દેશ તેઓ કરતા જણાય છે.
આવી પ્રાપ્તિ કોઈક વ્યક્તિને જ પ્રાપ્ત થતી હોય છે. એ અપ્રાપ્યને પ્રાપ્ય કરાવી આવનારું અને પછીથી ગોપીભાવે – પ્રેમભાવે હરિને ભજવાનું વલણ વ્યકિત્વમાં ભળતું હોય છે. સમગ્ર પરત્વે પ્રેમભાવ જગાવનારું સાધનાનું રૂપ દર્શાવતા અંતે તો તેઓ સ્પષ્ટ રૂપે કહે છે કે ગુરુ નથુરામજીને ચરણે બાળક સાહેબ કહે છે મારી સુરતા દશમે દ્વારે પહોંચી. એ માટે જીણાં મોતી સમાન હરિનામ મને અપાયું એ સાધના જ કારણભૂત છે.
દાસી જીવણે પણ ‘દશમે મોલે ઓ દેખાય એમ ગાયેલું. અહીં બાળક સાહેબ પણ એ ઉપાસનાના ફળરૂપે અધ્યાત્મયોગ સાધનાની ટોચની સ્થિતિની પ્રસન્નતાને ગાય છે.
એમાં પ્રેમલક્ષ્ાણા ભક્તિનું નામસ્મરણ-શ્રવણ-જપનનો મહિમાં કેન્દ્રમાં છે. રવિ-ભાણ પરંપરામાંની જ્ઞાનમાર્ગી અને પ્રેમમાર્ગી ભક્તિ ઉપાસનાનું સંયોજન કરનારા બાળક સાહેબ આવા કારણે મને મહત્ત્વના લાગ્યા છે.
એમની ભજન રચનામાં ટેકની પ્રારંભની કડીમાંનો પરોતી-મોતી વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપે પછીની બધી જ કડીમાં જોતી, ચોટી, ગોપી, પોંચી એમ ઈકારાન્ત રૂપે આખી રચનામાં અર્થપૂર્ણ રીતે પ્રયોજાયેલ અવલોકવા મળે છે.
સાધના, ઉપાસના પછીની પ્રાપ્તિની અનુભૂતિને બળકટ-
બળુકી અભિવ્યક્તિ સાંપડી છે. આવા કારણે પ્રસ્તુત ભજન રચના મહત્ત્વની છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.