ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું નામ પણ હતું. તેમને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. હવે આ મુદ્દે રાજકારણ શરૂ થયું છે. મોદી સરકારના આ નિર્ણયનો અનેક હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના સાંસદ સંજય રાઉતે પણ તેનો જોરદાર વિરોધ કર્યો છે.
સ્વતંત્રતા સેનાની વીર સાવરકર અને શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેને ભારત રત્ન ન આપવા બદલ સંજય રાઉતે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. સંજય રાઉતે મુલાયમ સિંહ યાદવને મહાન નેતા ગણાવ્યા હતા, પરંતુ તેમને પદ્મ વિભૂષણ આપવાનો વિરોધ કર્યો હતો અને તેમને કાર સેવકોના હત્યારા ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે જ્યારે અયોધ્યા આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે મુલાયમસિંહે કાર સેવકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. રાઉતે આ મુદ્દે ભાજપ અને શિંદે જૂથ પર પણ નિશાન સાધ્યું હતું.
“કાર સેવકો પર ગોળીબાર કરનાર મુલાયમ સિંહ યાદવ, જેમને ભાજપ ‘મૌલાના મુલાયમ’ કહે છે, તેમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, આ એવોર્ડ બે હિંદુ-હૃદય સમ્રાટો, વીર સાવરકર અને શિવ સેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેને આપવામાં આવ્યો નથી.
વીર સાવરકર અને બાળાસાહેબને ભૂલી મોદી સરકાર, ભડક્યા સંજય રાઉત
RELATED ARTICLES