Homeટોપ ન્યૂઝઅમદાવાદ: ‘પઠાન’ બાદ આ ફિલ્મનો વિરોધ કરવા બજરંગદળે મલ્ટીપ્લેક્સમાં હોબાળો મચાવ્યો

અમદાવાદ: ‘પઠાન’ બાદ આ ફિલ્મનો વિરોધ કરવા બજરંગદળે મલ્ટીપ્લેક્સમાં હોબાળો મચાવ્યો

શાહરૂખખાનની ફિલ્મ ‘પઠાન’ના વિરોધ બાદ હવે હિન્દુત્વવાદી સંગઠન બજરંગદળે વધુ એક ફિલ્મનો વિરોધ શરુ કર્યો છે. શુક્રવારે 26 મેના રોજ રીલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ‘ધ ક્રિયેટર-સૃજનહાર’નો વિરોધ કરવા બજરંગદળના કાર્યકરો અમદવાદના એક મલ્ટીપ્લેક્સમાં પહોંચી ગયા હતા, ત્યારબાદ સૂત્રોચ્ચાર કરી હંગામો મચાવ્યો હતો. એવો આરોપ છે કે ફિલ્મ દ્વારા લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
બજરંગદળના સભ્યો દ્વારા મલ્ટીપ્લેક્સની બહાર “જય શ્રી રામ” ના નારા લગાવવામાં આવ્યા હતા, અને બજરંગ દળના સભ્યોએ પણ દાવો કર્યો હતો કે તેઓ હિન્દુત્વનું રક્ષણ કરી રહ્યા છે. ઘટનાસ્થળના કેટલાક ફોટો અને વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ રહ્યા છે, જેમાં ગળામાં ભગવો ખેસ પહેરેલા કેટલાક પુરુષો થિયેટરની બહારનો રસ્તો રોકતા અને “જય શ્રી રામ” ના નારા લગાવતા જોઈ શકાય છે.

“>

ફિલ્મનું ટ્રેલર પહેલાથી જ રીલીઝ થઇ ગયું છે તેમાં કૉલેજના વિદ્યાર્થીઓનું એક ગ્રુપ એક મોરચો ઉભો કરી ધર્મો વચ્ચેની ભેદ રેખાઓ ભૂંસી નાખી ભાઈચારા અને શાંતિથી રહેવાની વાત કરે છે. આ દરમિયાન, તેમને વિવિધ ધાર્મિક નેતાઓ અને મોટા લોકોના વિરોધનો સામનો કરવો પડે છે.

બીજી તરફ ફિલ્મના નિર્માતા રાજેશ કરાટે કહ્યું કે ‘અમે ફિલ્મમાં એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે દુનિયા બદલી શકાય છે. હું કોઈપણ ધમકીઓથી ડરતો નથી, જેઓ તેમના ધર્મને પ્રેમ કરે છે અને હું તેના વિશે કંઈ નહીં કહું . હું તમામ ધર્મોના અનુયાયીઓને અપીલ કરું છું કે તેઓ ધર્મના નામે રમખાણો અને હિંસા ન કરે. ધર્મ બચાવવાના નામે માણસની હત્યા શા માટે? એની જગ્યાએ ધર્મને મારીને બદલે વ્યક્તિનો બચાવવો જોઈએ.”
‘ધ ક્રિયેટર-સૃજનહાર’ના નિર્માતા રાજેશ કરાટે ગુરુજી અને રાજુ પટેલ છે. આ ફિલ્મ પ્રવીણ હિંગોનિયા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ 26 મેના રોજ દેશભરના 250 થી વધુ સિનેમા હોલમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં CID સિરિયલ ફેમ દયાનંદ શેટ્ટી, મિર્ઝાપુર વેબ સિરીઝ ફેમ શાજી ચૌધરી અને નવોદિત જશ્ન કોહલી મુખ્ય ભૂમિકામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -