Homeઆપણું ગુજરાતઅમદાવાદના મોલમાં બજરંગ દળે કરી પઠાણ ફિલ્મના વિરોધમાં તોડફોડ

અમદાવાદના મોલમાં બજરંગ દળે કરી પઠાણ ફિલ્મના વિરોધમાં તોડફોડ

અમદાવાદઃ પઠાણ ફિલ્મની મુશ્કેલીઓ અને વિવાદો કંઈ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું, કારણ કે ગીતનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં અમદાવાદના વસ્ત્રાપુર પાસેના અમદાવાદ વન મોલમાં બુધવારે બજરંગ દળના કાર્યકરોએ પઠાણ મૂવીનો વિરોધ કર્યો હતો. જેમાં તેમણે શાહરૂખ ખાન અને અન્ય સ્ટાર કાસ્ટની તસવીરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં જો આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો આનાથી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પૂર્વે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની મેગા બજેટ ફિલ્મ ‘પઠાણ’ લઇને દિનપ્રતિદિન વિરોધ વધી રહ્યો છે. પઠાણના વિરોધમાં અનેક હિંદુ સંગઠનો તેમજ સાધુ-સંતો મેદાનમાં આવ્યા છે. ત્યારે પઠાણનો વિરોધ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવી પઠાણ ફિલ્મના વિરોધમાં આવ્યા છે. રાજભા ગઢવીએ જણાવ્યું કે બોલીવુડે નક્કી કર્યું છે કે, હિન્દુત્વ અને સનાતમ ધર્મનું કંઇક ને કંઇક અપમાન કરતા રહેવું. છેલ્લા 75 વર્ષથી બોલીવુડે આ જ કર્યું છે. આથી ગુજરાતમાં આ ફિલ્મ ચાલવા દેવી ન જોઇએ.
હિંદુ સંગઠનો દ્વારા બોલીવુડ તેમજ શાહરૂખ ખાન પર સનાતન ધર્મનું અપમાન કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. તેમના મતે બોલિવુડમાં સનાતન ધર્મની મજાક ઉડાવવાનો એક પણ મોકો છોડવામાં નથી આવતો. પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરીને સાધુ-સંતો અને દેશના ભગવા રંગને ઠેસ પહોંચાડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular